નરેશ ધારાણી, અમદાવાદઃ પહેલા દરેક ખેડૂત પાસે બળદની એક જોડ હતી.પરંતુ આજે દરેક ખેડૂત પાસે એક ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે.ખેતી અને ખેડૂત બંને આધાનુક બની રહ્યા છે.પરંતુ બળદ બરબાદીના પંથે જઈ રહ્યા છે.ગાય આધારિત ખેતીની નીતિ સારી છે.પરંતુ બળદના ભોગે કેટલી યોગ્ય તે પણ એક સવાલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળદ ગાડુ અને પરંપરાગ પોષાક એ ખેડૂતની ઓળખ હોય છે.પરંતુ હવે એ વાત ભૂતકાળ બની રહી છે.કૃષિ વિભાગના એક અહેવાલમાં જે આંકડા સામે આવ્યા છે તે ખેડૂતો માટે ખુબ જ હાનીકારક છે.ખુબ જ ઝડપથી હવે બળદની પ્રજાતિનું નિકંદન નિકળી રહ્યું છે.ખેડૂતો હવે બળદ રાખવાથી દુર ભાગી ટેક્નોલોજીનો આધાર લઈ રહ્યા છે. 


90 ટકા ખેડૂતો પાસે બળદ નથી 
આધુનિકરણની આંધળી દોટમાં ડેરી,કૃષ, જમીન અને ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે.30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અને સરકાર ભાર મૂકે છે. પણ ખેતી કામમાં બળદનું નિકંદન નિકળી ગયું છે. તેના સ્થાને મીની ટ્રેક્ટર આવી ગયા છે. 


6 લાખ ખેડૂતો પાસે જ છે ખેતી કરવા બળદ 
ગુજરાતમાં વિવિધ પ્રજાતિના 18 લાખ 50 હજાર બળદ છે.જેમાંથી 3 લાખ 83 હજાર 2 વર્ષની ઉંમર ધરાવતા વાછરડા છે.જ્યારે ગાયના ફલીનીકરણ માટે 73 હજાર આખલા છે.જ્યારે ખેતી કરવા માટે 12 લાખ બળદ છે.સામાન્ય રીતે એક ખેડૂતને ખેતી કરવા બે બળદ એટલે જોડી જોઈએ.એટલે માત્ર 6 લાખ ખેડૂતો પાસે ખેતી કરવા માટે બળદ છે. 


50 લાખ ખેડૂતો પાસે બળદ જ નથી 
ગુજરાતમાં કુલ 56 લાખ ખેડૂતો છે.જેમાંથી 6 લાખ ખેડૂતો પાસે ખેતી કરવા માટે બળદ છે.જ્યારે 50 લાખ ખેડૂતોએ બળદ રાખવાનું બંધ કરી દીધું છે.જેથી ગુજરાતમાં હવે 10 ટકા ખેડૂતો જ બળદથી ખેતી કરે છે.બાકીના ખેડૂતો હવે ટેક્નોલોજી આધારિત ખેતી કરે છે.


1 કરોડ ગાયની સામે માત્ર 60 હજાર આખલા 
દેશમાં કુલ 1 કરોડની આસપાસ ગાય છે.જેની સામે માત્ર 60 હજાર આખલા છે.જેથી ક્રોસ બ્રિડમાં વધારો થઈ રહ્યા છે.જેની અસર બળદની સંખ્યા પર પણ પડે છે. દેશમાં 44 લાખ દેશી ગાય છે.જ્યારે  વિદેશી કુળ સાથે ક્રોસ બ્રિડ કરેલી હોય તેવી 32 લાખ ગાય છે.જેની સામે ખેતીવાડી અને ફલીનીકરણ એમ બંને માટે માત્ર 60 હજાર જ આખલા છે. 


બળદ બંધ થયા અને ટ્રેક્ટર ચાલુ થયા 
ગુજરાતમાં 12 લાખ ખેડૂતો પાસે જ બળદ છે.જ્યારે ટ્રેક્ટરની સંખ્યા 7.73 લાખ છે.જેમાં ખેતીકામ માટે વપરાતાં હોય તેવા 20 લાખ મીની ટ્રેક્ટર હોવાનો અંદાજ છે.આ મીની ટ્રેક્ટર હવે બળદનું સ્થાન લઈ લીધું છે.નિંદામણ, વાવણી, રોપણી ,થ્રેસરનું કામ ટ્રેક્ટરથી થાય છે.જેથી બળદની સંખ્યા ઘટી છે અને મજુરોની રોજગારી છીનવાઈ છે. 


ખેડૂતો પાસે જમીન ઓછી થતા ટ્રેક્ટરની માગ વધી
બળદ અને મજૂર પરવડતાં ન હોવાથી મીની ટ્રેક્ટરની ભારે ખપત છે.નાની જમીન ધરાવનારા ખેડૂતોને બળદ રાખવા કે મજૂરથી ખેતી કરાવવી મોંઘી પડે છે.તેથી મીની કે મોટા ટ્રેક્ટર લઈને ખેતી કરે છે. અડધો હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 2001માં 6 લાખ હતા.જેમાં વધારો થઈ 2021માં 13 લાખ થયા છે. અડધાથી એક એકર જમીન હોય એવા 7 લાખ ખેડૂત હતા.જે 20 વર્ષમાં 16 લાખ થઈ ગયા.5થી 10 વિઘા જમીનમાં ખેતી કરવા માટે બળદ પરવળતા નથી. તેઓ બળદ કાઢીને ટ્રેક્ટર વસાવે છે.


ટ્રેક્ટરને પ્રત્સાહ અને બળદનું નિકંદન 
કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે 1996ના વર્ષથી બળદનું નિકંદન કરવાની શરૂઆત થઈ હતી.સરકારે ફાર્મ મીકેનાઈઝેશન  વધારવા એ. જી. આર. 50 ટ્રેક્ટર સહાયને પ્રોત્સાહ આપ્યું.જેમાં ટ્રેક્ટર માટે સબસીડી અને નોંધણી ફી માફ કરવામાં આવે છે.આમ ટ્રેક્ટરને પ્રોત્સાહન મળતા બળદનું કતલ ખાને જવાનું શરૂ થયું. 


નવા મોડલથી ટ્રેક્ટર સસ્તા થયા  
2014-15થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલને એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યા.જેમાં નવું ટ્રેક્ટર ખરીદવા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર 20થી 50 ટકા સબસીડી આપે છે.જેમાં મહિલા ખેડૂતને પહેલી પસંદગી આપવામાં આવે છે.મીની ટ્રેક્ટરમાં 12 હોર્સ પાવરથી 22 હોર્સ પાવર સુધીના મોડલ આવે છે.જેની કિંમત .2 લાખથી લઈને 3.25 લાખ સુધી હોવાથી મોટા ટ્રક્ટરથી 4 ગણા સસ્તા પડે છે. 


ઓછા ખર્ચમાં ખેતી કરવાનો ખેડૂતોએ જાતે જ રસ્તો બનાવ્યો
સારી ઓલાદના બળદોની કિંમત પણ ઉંચી હોય છે.જેથી ગુજરાતમાં બળદની ખરીદ કિંમતમાં જ હજારો ખેડૂતોએ જાતે ટ્રેક્ટર બનાવે છે.ભંગારમાં જતાં બાઈક કે ડીઝલ એન્જીનનો ઉપોયગ કરી ખેડૂતો મશીન તૈયાર કરી રહ્યા છે.જે મજૂરી અને બળદનું કામ માત્ર 10 ટકા ખર્ચમાં જ કરી આપે છે. 


10 વર્ષ બાદ બળદથી થતી ખેતી બંધ થઈ જશે
ડીઝલના ભાવ વધતાં હવે CNGથી ચાલતા ટ્રેક્ટર માર્કેટમાં આવી ગયા છે.જે નાના ખેડૂતોનો વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ બચાવે છે.જે ડીઝલ કરતાં અડધા ખર્ચમાં ચાલે છે.એક કલાકના 350ના ખર્ચની સામે માત્ર 180 રૂપિયાનો ખર્ચ થાય છે.જેથી આદિવાસી વિસ્તારમાં બળદથી ખેતી કરતા ખેડૂતો પણ CNGથી ચાલતા ટ્રેક્ટર તરફ વળ્યા છે.અને આગામી 10 વર્ષમાં જે 6 લાખ ખેડૂતો બળદથી ખેતી કરે છે તે પણ ટ્રેક્ટરને અપનાવી લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube