ચેન્નાઇ: પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની પરિસ્થતિયોના તપાસ કરવા માટે પ્રતિનિધત્વ ન્યાયાધિશ એ. અરૂમુગસ્વામી તપાસ કમિશનને ચેન્નાઇના અપોલો હોસ્પિટલમાં અન્નામુદ્રક નેતા પર પરીક્ષણ કરનાર એઇમ્સના ત્રણ ડૉક્ટરને સમન્સ પાઠવી બોલાવ્યા છે. તપાસ અધિકારીએ ડૉક્ટરોને 23-24 ઓગસ્ટે તેમની સમક્ષ ઉપસ્થિત રહેવા ફરમાન પાઠવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ અધિકારીઓ દ્વારા શ્વાસ ઉપચાર વિભાગના ડોક્ટર જી.સી ખિલનાની એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસક અંજન ત્રિખા અને હ્રદય રોગ વિભાગના પ્રોફેસર નીતીશ નાયકને બોલાવામાં આવ્યા છે.મહત્વનું છે, કે 22 સપ્ટેબર થી 5 ડિસેંબર,2016 સુધી ચેન્નાઇના અપોલો હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન આ ત્રણે ડૉક્ટર તેમની તપાસ કરી રહ્યા હતા, 


પેનલના સુત્રોએ કહ્યું કે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઇમ્સ)ના વિશેષજ્ઞ ડૉક્ટરોના બે દિવસ આયોગના સાક્ષીઓના રૂપમાં પૂછપરછ કરવામાં આાવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાહેર સમન્સ  પાઠવી દેવામાં આવ્યા હતા. અને ડૉક્ટરો દ્વારા તેનો સ્વિકાર પણ કરવામાં આવ્યો છે. 


75 સાક્ષીઓની કરાઇ પૂછપરછ 
તપાસ અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 75 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે, તેના સિવાય સાત બીજા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. જેમણે પોતેજ સાક્ષી બનવાની અરજી સમીતિને કરી હતી. આ સાક્ષીઓમાંથી 30થી વધારે લોકોની પૂછપરછ વી.કે શશિકલાના વકીલ પણ કરી ચૂક્યા છે. જયલલિતાના જૂના સહયોગી શશિકલા હાલ જેલમાં બંદ છે. 


મહત્વપૂર્ણ છે, કે જેનાથી સાક્ષીઓના રૂપમાં પૂછપરઠ કરાઇ છે, તેમની સરકારી અપોલો હોસ્પિટલના 12 જેટલા ડૉક્ટર,  પૂર્વ અને હાલના સરકારી અધિકારી તથા પોલીસ અધિકારી પણ સામેલ છે. તમિલનાડુ સરકારએ સપ્ટેબર, 2017માં તપાસ કમિશન અધિનિયમ, 1952ની જેમ આ ઘટનાની તપાસ માટે પેનલની નિમણૂક કરી છે.