નવી દિલ્હીઃ લાંબા સમયથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જવાની અટકળો હતી અને તેને લઈને ત્રણ રાઉન્ડની બેઠક પણ થઈ હતી. પરંતુ અંતમાં કોઈ પરિણામ આવ્યું નહીં. કોંગ્રેસ અને ખુદ પ્રશાંત કિશોરે જાહેરાત કરી દીધી કે તે બંને સાથે આવી રહ્યાં નથી. આ સાથે લાંબા સમયથી ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસને પ્રશાંત કિશોર દ્વારા બૂસ્ટર ડોઝ મળવાની સંભાવનાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાત બગડવાની પાછળ મુખ્ય રીતે ત્રણ કારણ માનવામાં આવી રહ્યાં છે. પ્રથમ વાત કે કોંગ્રેસ ઈચ્છતી હતી કે પ્રશાંત કિશોર માત્ર કોંગ્રેસ માટે કામ કરે, જ્યારે તેમની સંસ્થા આઈપૈક હાલમાં તેલંગણામાં કેસીઆરની સાથે પણ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય પ્રશાંત કિશોર મહાસચિવનું પદ અને અહમદ પટેલ જેવો દરજ્જો ઈચ્છી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ તેમને Empowered Action Group 2024 માં સામેલ કરવા તૈયાર હતી. પ્રશાંત કિશોર આ ભૂમિકામાં ઉતરવા ઈચ્છતા નહોતા પરંતુ કોંગ્રેસમાં મહત્વના પરિવર્તન કરવા અને સૂચન આપવાના રોલમાં ખુદને લાવવાની વાત કહી રહ્યાં હતા. ત્રીજુ કે કોંગ્રેસ પ્રશાંત કિશોરના સંગઠનમાં ફેરબદલના પ્રસ્તાવને અપનાવવા માટે તૈયાર નહોતી. પ્રશાંત કિશોરનો એક પ્રસ્તાવ તે પણ હતો કે ગાંધીની જગ્યાએ કોઈ અન્યને અધ્યક્ષ બનાવવામાં આવે. તેના પર પણ કોંગ્રેસની સહમતિ નહોતી. 


આ પણ વાંચોઃ જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, મહિલા પોલીસકર્મી સાથે છેડતીના કેસમાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ  


આ સિવાય એક સમસ્યા કોંગ્રેસના નેતાઓના એક જૂથ તરફથી પ્રશાંત કિશોર પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઘણા નેતાઓએ પ્રશાંત કિશોરની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના તે નિવેદનનો પણ હવાલો આપ્યો કે તેમણે કહ્યું હતું કે અમિત શાહના કહેવા પર તેમને જેડીયૂના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. પરંતુ સોનિયા ગાંધી આ સવાલોને નજરઅંદાજ કરીને પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવા માટે તૈયાર હતા, પરંતુ કેટલાક બીજા મોટા અને સૈદ્ધાંતિક મુદ્દા પર વાત અટકી ગઈ. 


ભલે સાથે ન આવ્યા પરંતુ કોંગ્રેસને સમસ્યા જણાવી ગયા પ્રશાંત કિશોર
ભલે પ્રશાંત કિશોર કોંગ્રેસનો ભાગ ન બન્યા, પરંતુ તેમણે પાર્ટીની મુખ્ય સમસ્યા જરૂર સામે રાખી દીધી છે. પીકેએ કોંગ્રેસ સાથે ન જોડાવાની જાણકારી આપતા જે ટ્વીટ કર્યુ, તેમાં સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસને મારાથી વધુ સામૂહિક લીડરશિપની જરૂર છે. આ વાત સત્ય પણ છે. હકીકતમાં કોંગ્રેસ આ દિવસોમાં રાષ્ટ્રીય સ્તરથી લઈને તમામ રાજ્યોમાં પણ લીડરશિપની કમીનો સામનો કરી રહી છે. તેમની પાસે કોઈ મોટો ચહેરો નથી, જે પોતાના દમ પર મત મેળવી શકે. તેવામાં લીડરશિપ વગર નેરેટિવ તૈયાર કરવો સરળ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube