પુડુચેરીઃ રાષ્ટ્રપતિ ભવન (President Ramnath Kovind's Office) તરફથી મંગળવારે એક નિવેદન જારી કરી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, કિરણ બેદી (Kiran Bedi Latest News) ને પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઓફિસથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે તેલંગણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરારાજનને પુડુચેરીના ઉપરાજ્યપાલની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ તેમને ક્યા કારણે હટાવવામાં આવ્યા તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુડુચેરીના પ્રવાસ પહેલા ધારાસભ્ય એ જોન કુમારે મંગળવારે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. મુક્યમંત્રી વી નારાયણસામીના નજીકના મનાતા કુમારનું રાજીનામુ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે એક ઝટકો માનવામાં આવી રહ્યું છે. કુમાર વર્ષ 2019મા થયેલી પેટાચૂંટણીમાં કામરાજ નગર સીટથી ચૂંટાયા હતા. 


કોંગ્રેસમાં ચાલી રહી છે ઉથલપાથલ
રાહુલ ગાંધી બુધવારે વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે.તેમના પ્રવાસ પહેલા વિધાનસભામાંથી રાજીનામુ આપનાર તે ચોથા કોંગ્રેસી ધારાસભ્ય છે. કુમારનું રાજીનામું પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય મલ્લાડી કૃષ્ણા રાવના રાજીનામા બાદ આવ્યુ છે જેમણે પહેલા સ્વાસ્થ્યમંત્રીનું પદ છોડી દીધુ હતું અને સોમવારે વિધાનસભામાંથી રાજીનામુ આપ્યું હતું.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube