નવી દિલ્હી: ભારતીય સેનાના દિલ્હીમાં હાજર તમામ ઓફિસ હવે એક જ છત નીચે આવી જશે. તેનાથી પણ સારી વાત એ છે કે તમામ ઓફિસ તે જગ્યાઓની બિલકુલ નજીક હશે, જ્યાં દિલ્હીમાં તૈનાત સૈનિકો અને તેમના પરિવાર રહે છે. 39 એકરના નવા આર્મી ભવનમાં કુલ 8 માળ હશે જેમાં 6000થી વધુ ઓફિસો માટે જગ્યા હશે. આ વિશાળ આર્મી ભવનમાં 4000 ગાડીઓ માટે પાર્કિંગ હશે અને તેને ઉગતા સૂર્યની પેટર્ન પર બનાવવામાં આવશે. અત્યારે દિલ્હીમાં સેનાની 8 ઓફિસ છે જે ઘણા જગ્યાએ વિખરાયેલી છે. આ નવા ભવન પર 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે અને તેને પાંચ વર્ષમાં પુરો થવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી છાવણીમાં બનનાર આ આર્મી ભવનનું શુક્રવારે શિવરાત્રિના દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહે ભૂમિ પૂજન કર્યું. ભારત સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્લાન હેઠળ સાઉથ બ્લોકને એક સંગ્રહાલયમાં બદલી દેવામાં આવશે. એટલા માટે હાલની સેનાની ઓફિસને બીજી જગ્યાએ લઇ જવી પડશે. અહીં સેનાધ્યક્ષ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓની ઓફિસ છે. 


સેનાના ઓફ્સ સાઉથ બ્લોક ઉપરાંત સેના ભવન, હટમેન્ટ એરિયા, આરકે પુરમ, શંકર વિહાર સહિત 8 જગ્યાઓ પર છે. આ બધાને હવે આર્મી સેનાભવનમાં લાવવામાં આવશે. સાઉથ બ્લોકથી ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન, મિલિટ્રી સેક્રેટરી, એડજુટેંટ બ્રાંચ, વોર રૂમ જેવા મહત્વપૂર્ણ ઓફિસ પણ આર્મી સેનાધ્યક્ષની ઓફિસ આથે નવા ભવનમાં આવશે. 


સાઉથ બ્લોકની પાસે હાલ સેના ભવનને હવે ત્રણેય સેનાઓની ઓફિસ સાથે શેર કરવામાં આવશે. રક્ષામંત્રીએ નવા આર્મી સેના ભવનનું ભૂમિ પૂજન કરતાં કહ્યું કે આ ભવન બનતાં સરકારી ઓઇલની બચત થવાની સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. આ ભવનને ગ્રીન બિલ્ડીંગ તરીકે બનાવવામાં આવશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube