સમગ્ર વિપક્ષનાં વિરોધ છતા RTI સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર
સરકાર માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું મોટો પડકાર હતો, જો કે ટીઆએસ સહિતનાં દળોનું સમર્થન મળતા સરકારે આરટીઆઇ બિલ પાસ થઇ ગયું
નવી દિલ્હી : રાજ્યસભામાં ગુરૂવારે આરટીઆઇ સંશોધન વિધેયક પસાર થયું. આ બિલને સરકારે પહેલા જ લોકસભામાં પાસ કરાવી ચુકી હતી. જો કે રાજ્યસભામાં પાસ કરાવવું તેના માટે મોટો પડકાર હતો. જો કે ટીઆરએસ જેવા દળોનું સમર્થન મળવાનાં કારણે સરકારે આરટીઆઇ બિલને પાસ કરાવી દીધું. કોંગ્રેસ સહિય યુપીએનાં કેટલાક દળો પણ તેનાં વિરોધમાં હતા. આ પ્રસંગે કોંગ્રેસ, આરજેડી અને ટીએમસીએ સદનમાંથી વોકઆઉટ કર્યું. જેના માટે યુપીએ ચરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદોની બેઠક યોજી હતી. કોંગ્રેસ આ બિલનો તીખો વિરોધ કરી રહ્યા હતા.
કર્ણાટક વિધાનસભા સ્પીકરે 3 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કર્યું, નહી લડી શકે ચૂંટણી
લોકસભામાં સોમવારે જ બિલ પાસ થઇ ચુક્યું છે.
આરટીઆઇ સંશોધન વિધેય અગાઉ સોમવારે લોકસભામાં પસાર કરાવી દેવાયું હતું. મુખ્ય તથા સુચના આયુક્ત (સીઆઇસી) અને માહિતી આયુક્તનાં કાર્યકાળ તથા વેતનનો નિર્ધાર કરવાની શક્તિ કેન્દ્ર સરકારે આપવા અંગેનાં વિધેયકને સોમવારે ભારે વિરોધ વચ્ચે લોકસભામાંથી પસાર કરી દેવાયું હતું. માહિતીના અધિકાર (સંશોધન) વિધેયક 2019ને મત વિભાજન બાદ 178 સભ્યોની સંમતી સાથે પસાર કરવામાં આવ્યું. કુલ 79 સભ્યો તેની વિરુદ્ધ રહ્યા હતા.
ભાજપનાં 4 ધારાસભ્યો સંપર્કમાં, કમલનાથનાં આદેસની રાહ: કોમ્પ્યુટર બાબાનો દાવો
લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ
વિધેયક માહિતીનો અધિકાર (આરટીઆઇ) અધિનિયમ 2005ની કલમ 13 અને 16માં સંશોધન માટે લાવવામાં આવ્યું છે. કલમ 13માં સીઆઇસી અને માહિતી આયુક્તનો કાર્યકાળ 5 વર્ષ અથવા 65 વર્ષની આયુ સુધી (જે પહેલા હોય) નિર્ધારિત કરવામાં આવી છે. વિપક્ષે તર્ક આપ્યો કે વિધેયક આરટીઆઇની સ્વતંત્રતા છીનવી લેશે.
કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત
19 જુલાઇએ સદનમાં રજુ કરવામાં આવેલા વિધેયકને પસાર કરવા માટે વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે સીઆઇસી બંન્ને માટે વર્તમાન કાર્યકાળ પાંચ વર્ષ છે, પરંતુ વિધેયકનું આ પ્રાવધાનને હટાવવાની વાત કરે છે અને કેન્દ્ર સરકારને તેના પર નિર્ણય લેવાની પરવાનગી આપે છે. તેમણે કહ્યું કે, સીઆઇસીનું વેતન મુખ્ય ચૂંટણી કમિશ્નર સમાન હોય ચે. જો વિધેયક તેને બદલીને સરકારને વેતન નક્કી કરવા માટેનું પ્રાવધાન કરે છે.
ફ્રીઝમાં બાંધેલો લોટ મુકી તેની રોટલી ખાઓ છો ? જઇ શકે છે તમારો જીવ
ચર્ચા શરૂ કરતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે વિધેયક પર આકરો વિરોધ વ્યક્ત કર્યો અને પરત લેવાની માંગ કરી હતી. વિધેયકથી આરટીઆિ ઢાંચાને નબળું પાડવા અને સીઆઇસી તથા માહિતી આયુક્તોની સ્વતંત્રને નબલી પાડવાનો આરોપ લગાવતા તેમણે તર્ક આપ્યો કે તેને કોઇ પણ જાહેર ચર્ચા વગર સંસદમાં લવાયું છે. થરૂરે તેને જાણીબુઝીને કરવામાં આવેલું પરિવર્તન ગણાવ્યું હતું.