Maharashtra elections result updates: કહેવામાં આવે છે કે ચૂંટણીમાં હાર-જીત તો થતી રહે છે. પરંતુ જીત તો પ્રચંડ હોય અને હાર શરમજનક હોય તો પછી તે મોટો મુદ્દો બની જાય છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામમાં જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે તેણે સૌથી મોટો જનાદેશ મહાયુતિના ખાતામાં આપ્યો. ત્યારે મહાયુતિની જીતની પાછળ કયા કારણોએ ભાગ ભજવ્યો? જીત બાદ મહાયુતિના નેતાઓએ શું કહ્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ન હોય?... કેમ કે મહારાષ્ટ્રમાં મહાયુતિએ લેન્ડસ્લાઈડ વિક્ટરી મેળવી છે. અને આ ત્રણેય ગઠબંધનના નેતાઓ આ જીતના હીરો છે. મહાયુતિ માટે આ જીત ઐતિહાસિક છે. કેમ કે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં મહાયુતિના ખાતામાં 48માંથી માત્ર 17 બેઠક આવી હતી. જ્યારે મહાવિકાસ અઘાડીએ 48માંથી 30 બેઠક જીતી લીધી હતી. તે સમયે મહાવિકાસ અઘાડીએ 151 વિધાનસભા બેઠક પર સરસાઈ મેળવી હતી.


લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન છતાં મહાયુતિના નેતાઓ હિંમત હાર્યા નહીં. અને વિધાનસભાની ચૂંટણીમાં તમામ તાકાત સાથે ચૂંટણી પ્રચાર કર્યો. લોકોની વચ્ચે જઈને પોતાની સરકારની કામગીરી અને ચૂંટણી મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે કયા ફેક્ટર્સ રહ્યા? જેણે મહાયુતિને બમ્પર જીત અપાવી.


  1. લાડકી બહેન યોજનાની સફળતા

  2. બીજેપી-RSSનું કોમ્બિનેશન જબરદસ્ત રહ્યું

  3. મહાયુતિને પોતાની લીડરશીપનો લાભ મળ્યો

  4. અજીત પવારે પોતાને નેતા તરીકે સ્થાપિત કર્યા

  5. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેનો જનાધાર ખસી ગયો

  6. એક હૈ તો સેફ હૈ અને બટેંગે તો કટેંગે નારો સફળ રહ્યો

  7. મહાવિકાસ અઘાડીના ઓવર કોન્ફિડેન્સનો ફાયદો થયો

  8. માધવ કાર્ડથી ઓબીસી મતદારોને રીઝવવામાં સફળતા મળી

  9. કપાસ-ડુંગળી-સોયાબીન-હળદરની કિંમતોના મુદ્દાને ટાર્ગેટ કર્યો

  10. દલિતોને  ફરી એકવાર સાથે લાવવા પર ફોકસ કર્યુ


આ તરફ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈન્ડિયાએ લીડ મેળવી. જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં ઈન્ડિયા ગઠબંધનના સૂંપડા સાફ થઈ ગયા. ગઠબંધનની મુખ્ય 3 પાર્ટીઓએ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ. શાનદાર પરિણામ આવતાં મહાયુતિના નેતાઓ એકસાથે મીડિયા સામે આવ્યા અને એકબીજાને મોં મીઠું કરાવીને ઉજવણી કરી. પાર્ટીના કાર્યકરોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાર્ટીના કાર્યકર્તાઓેએ ઢોલ-નગારાના તાલે ભવ્ય વિજયની ઉજવણી કરી. 


મહારાષ્ટ્રનો પ્રચંડ જનાદેશ મહાયુતિ માટે મોટી જવાબદારી લઈને આવ્યો છે. જ્યારે કારમો પરાજય મહાવિકાસ અઘાડી માટે મોટો સંદેશ લઈને આવ્યો છે. ત્યારે એ જોવાનું રહેશે કે આગામી 5 વર્ષ દરમિયાન મહાયુતિ લોકો માટે કેવી યોજનાઓ લાવે છે?