વાજપેયી પણ એક વર્ષ રહ્યા હતા વડનગર, ભાષણ આપતા થોથવાતા લીધો ઐતિહાસિક નિર્ણય...
આ લગભગ પહેલી અને કદાચ અંતિમ વખત હતું જ્યારે વાજપેયી ભાષણ નહોતા આપી શક્યા અને થોથવાઇ ગયા હતા
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાના ભાષણો માટે પણ જાણીતા હતા. જ્યારે તેઓ સંસદમાં બોલતા હતા ત્યારે તેમનાં વિરોધીઓ પણ ધ્યાનથી સાંભળતા હતા કે વાજપેયી શું બોલી રહ્યા છે. તેમની રેલીઓ, કાર્યક્રમોમાં તેમનાં ભાષણ સાંભળવા માટે મોટાપ્રમાણમાં ટોળા ઉમટી રહ્યા હતા જો કે ઘણા ઓછા લોકોને જાણ હશે કે એકવાર સ્ટેજ પર બોલવા દરમિયાન તેમનાં મોઢામાંથી શબ્દો નહોતા નિકળી રહ્યા.
આ જો કે પહેલી અને લગભગ અંતિમ વખત થયું હતું જ્યારે અટલજી ભાષણ નહોતા આપી શક્યા. આ ઘટના 1934ની છે જ્યારે અટલ બિહારી વાજપેયી મધ્યપ્રદેશનાં ઉજ્જૈન જિલ્લામાં આવેલા બડનગરમાં એક ડિબેટમાં ભાગ લેવા માટે ગયા હતા. તેમનાં સહઅભ્યાસીઓએ તેમના તેમની મજાક પણ ઉડાવી હતી. વાજપેયી આ ઘટનાનો ઉલ્લેખ 1996ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્યો હતો. વાજપેયીએ તેને પોતાનાં જીવનની ઐતિહાસિક પળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, મે આ ઘટના પરથી શીખ્યું કે જેના કારણે મારૂ જીવન જ બદલી ગયું. મે પ્રણ લીધું કે હવે હું ક્યારે પણ લખેલ કે રટેલ ભાષણ નહી વાંચુ. વાજપેયીએ કહ્યું કે, આ મારૂ પહેલુ ભાષણ હતું જે મે એંગલો વર્માકુલર મિડલ સ્કૂલમાં આપ્યું હતું.
ગ્વાલિયર ખાતે એવીએમ સ્કૂલમાં વાજપેયી પહેલી વાર 4 ઓગષ્ટ, 1934નાં રોજ દાખલ થયા હતા. તેમનાં પિતાએ હેડમાસ્તર તરીકે ભણાવવા લાગ્યા હતા. ડિબેટનો વિષય બ્રિટિશ રાજમાં રેલ્વે લાઇનનો વિકાસ હતો. અટલજી આ ઘટનાને પણ ભુલાવી શકે તેમ નથી. અસ્ખલીત વાણી પ્રવાહ ધરાવતા વાજપેયીએ આ ઘટના અંગે જણાવ્યું કે, હું ડરી ગયો હતો. હું તૈયારી કર્યા વગર જ બોલવા માટે ઉભો થઇ ગયો હતો. હું બોલતા થોથવાઇ રહ્યો હતો. આ શાળાનો વાર્ષિકોત્સવ હતો. મે વચ્ચે ભાષણ અટકાવી દીધું. મારા મિત્રોએ મારી મજાક ઉડાવી અને મારા પર રટીને ભાષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલી નિષ્ફળતા જ બાદમાં વાજપેયીની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી. વાજપેયીએ ગ્વાલિયર પરત ફરતા પહેલા લગભગ એક વર્ષ બડનગરની આ જ શાળામાં પસાર કર્યો હતો.