હવે દેશમાં જોવા મળશે આધુનિક સ્કૂલ, પીએમ-શ્રી યોજનાને કેબિનેટની મંજૂરી
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ PM SHRI YOJNA: કેન્દ્રીય કેબિનેટે શિક્ષણ મંત્રાલયની 'પીએમ શ્રી' (PM SHRI) હેઠળ એક નવા પ્રોજેક્ટમાં સ્કૂલોને અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષક દિવસ પર તેની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશભરની 14,500 સ્કૂલોના વિકાસ અને કાયાકલ્પ કરવામાં આવશે. સાથે કેટલીક નવી સ્કૂલ બનાવવામાં આવશે.
14500 સ્કૂલો થશે અપગ્રેડ
કેબિનેટની બેઠકમાં દેશભરમાં 14500 સ્કૂલોને અપગ્રેડ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલોને પીએમ-શ્રી સ્કૂલ યોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોમાં કેન્દ્હીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને પણ સામેલ કરવામાં આવશે. આ સિવાય કેબિનેટે રેલવેની જમીનને લોન્ગ ટર્મ માટે લીઝ પર ઉઠાવવાનો પણ નિર્ણય કર્યો છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્ક હેઠળ આ જમીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ જમીનો પર આગામી 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આગામી 90 દિવસમાં પીએમ ગતિ શક્તિ યોજના પર અમલ કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube