નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં જીવન પર આધારિત ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર ગુરૂવારે બહાર આવ્યું હતું. આ ફિલ્મ મુદ્દે શુક્રવારે પહેલીવાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રતિક્રિયા મીડિયા દ્વારા માંગવામાં આવી હતી. મીડિયાનાં આ સવાલ પર ડૉ.સિંહે કોઇ જ પ્રતિક્રિયા આપી નહોતી અને તેઓ આગળ વધી ગયા હતા. અન્ય કોઇ સવાલ પુછાશે તેવી અપેક્ષાથી પહેલા મીડિયા પાસે આવેલા સિંહને જ્યારે ફિલ્મ અંગે પુછવામાં આવ્યું તો તેઓએ ચાલતી પકડી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ શુક્રવારે સવારે કોંગ્રેસના સ્થાપના દિવસ પ્રસંગે પાર્ટી મુખ્ય મથક ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અહીં જેવા તેઓ પોતાની કારમાંથી ઉતર્યા તો સમાચાર એજન્સી ANIએ તેમને સવાલ કર્યો કે, તમારા ઉપર ફિલ્મ બની છે, તે મુદ્દે તમે શું કહેવા માંગો છો ? તે સવાલને સાંભળતા જ ડૉ. સિંહ હસ્તા હસ્તા કોઇ પ્રકારનો જવાબ આપ્યા વગર જ આગળ વધી ગયા હતા. 


 


ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખાયેલ પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હવે ફિલ્મ સ્વરૂપે રિલીઝ થવા જઇ રહી છે. ગુરૂવારે આ ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું હતું. ફિલ્મમાં લીડ રોલમાં અનુપમ ખેર (મનમોહનસિંહ) છે. ફિલ્મ રિલીઝ થતા પહેલા જ તે અંગે અનેક મુદ્દે ચર્ચામાં છે. અનુપમ ખેરનો લુક જોઇને સાચે જ તમે મનમોહન સિંહને પણ ભુલી જાવ તેટલો સીમિલર લુક રખાયો છે. ફિલ્મ ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે કે તમામ કલાકારો બુકમાં દર્શાવ્યા અનુસાર બેઠેબેઠા પડદા પર ઉતરી આવ્યા છે. 

આ ફિલ્મ મનમોહન સિંહનાં પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક બારૂના પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું નિર્દેસન નવોદિત વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું છે. હંસત મેહતા તેનાં ક્રિએટિવ પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું ટ્રેલર જ ખુબ જ ચર્ચાઓ જગાવી રહ્યું છે. ત્યારે ફિલ્મ કેટલો તહેલકાહ મચાવશે તે તો આગામી સમય જ કહેશે.