પટનાઃ જનતા દળ (યુનાઇટેડ) ના નેતા નીતિશ કુમારે મંગળવારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણ સાથે મુલાકાત કરી અને બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધી. ત્યારબાદ નીતિશ કુમાર સીધા આરજેડી નેતા રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા. અહીં બેઠક બાદ નીતિશ કુમાર અને તેજસ્વી ચાલીને એક અણે માર્ગ પહોંચ્યા. અહીં મહાગઠબંધન (આરજેડી, કોંગ્રેસ અને વામ દળો) માં સામેલ નેતા હાજર હતા. બેઠકમાં નીતિશ કુમારને મહાગઠબંધનના નેતા ચૂંટવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલને મળ્યા નીતિશ કુમાર
ત્યારબાદ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને લલન સિંહ એક ગાડીમાં સવાર થઈને રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેજસ્વી યાદવ નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. નીતિશ કુમારે 164 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો છે. તેમાંથી 45 જેડીયૂના, 79 આરજેડીના, 19 કોંગ્રેસના અને 21 અન્ય ધારાસભ્યોના નામ સામેલ છે. 


આરજેડી સૂત્રો પ્રમાણે બેઠકમાં જેડીયૂ નેતા નીતિશ કુમારે તેજસ્વી યાદવને કહ્યુ કે, 2017મા જે થયું તે ભૂલી જાવ અને નવો અધ્યાય શરૂ કરો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube