નવી દિલ્હીઃ લૉકડાઉનના આશરે એક મહિના જેટલા સમય બાદ આજથી કેટલાક વિસ્તારોમં છૂટછાટ મળી છે. સરકારે ઘણા એવી ક્ષેત્રોની પસંદગી કરી છે જ્યાં આજથી લૉકડાઉનમાં થોડી ઢીલ મળી રહી છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં કોઈ છૂટછાટ મળશે નહીં. આ તમામ જગ્યા 3 મે સુધી બંધ રહેશે. અમે તમને તે ક્ષેત્રની માહિતી આપી રહ્યાં છીએ જે હજુ પણ બંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ક્ષેત્રોમાં કોઈ છૂટછાટ નહીં
જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે એવા ક્ષેત્રો ઓળખ કરી છે જ્યાં લોકો એકબીજાને મળી શકે છે. સરકાર એક જગ્યાએ ભીડ ભેગી થાય તેમ ઈચ્છતી નથી. આ કારણ છે કે સરકારે તે ક્ષેત્રોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યાં લોકો ભેગા થઈ શકે છે. એટલે એરપોર્ટ, રેલવે સ્ટેશન, શોપિંગ મોલ, શાળા-કોલેજ અને સિનેમા હોલ બંધ રહેશે. 


ગુજરાત, મહારાષ્ટ્ર...... દેશમાં કોરોનાના 5 અશુભ સંકેત


અહીં પણ છૂટ નહીં
 કેન્દ્ર સરકારે પોતાના હાલના લૉકડાઉનમાં કોઈપણ પ્રકારની રેલી કે સમારોહ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. સાથે સરકારે હોટલ રેસ્ટોરન્ટ જેવા કારોબારને પણ શરૂ કરવાની મંજરી આપી નથી. આ સિવાય ટ્રાન્સપોર્ટ્રેશનને પણ મંજૂરી આપવામાં આવી નથી. માત્ર જરૂરીયાતનો સામાન હેરફેર કરતા વાહનોને શરતી છૂટ આપવામાં આવી છે. 


સોમવારથી ખેડૂતો-મજૂરોને ખેતી માટે છૂટ છે. ખેતી સાથે જોડાયેલી દુકાનો શરૂ થશે. સરકારી ઓફિસોમાં 33 ટકા સુધી કર્મચારીઓ રહી શકશે. મજૂરો માત્ર એક રાજ્યમાં જ અન્ય સ્થળોએ કામ માટે જઈ શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube