નવી દિલ્હી: દેવો અને રાક્ષસ વચ્ચે યુદ્ધના સમયે સમુદ્રમાંથી 14 કિંમતી રત્નો મળ્યા હતા. જેમાં શંખને આઠમાં રત્નના રૂપમાં માનવામાં આવે છે. કુદરતી રીતે શંખ ઘણા પ્રકારના હોય છે. તે દરેક શંખનું આગવું એક મહત્વ હોય છે. દરેક શંખનો અલગ અલગ કામમાં અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છ શંખ, સિંહ શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ વગેરે જેવા અનેક શંખ વિશે આપણે જાણીએ છે. જેમાં કામધેનુ શંખ ખુબ જ લાભદાયી હોય છે.


આટલા પ્રકારના હોય છે શંખ
વામવર્તી, દક્ષીવર્તી અને ગણેશ શંખ અથવા મધ્યવર્તી શંખ હોય છે. જેમાં ગણેશ શંખ, પંચજન્ય, દેવદત્ત, મહાલક્ષ્મી શંખ, પૌન્દ્ર, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, અનંતવિજય શંખ, મણિ પુષ્પક અને સુઘોષમણી શંખ, વીણા શંખ, અન્નપૂર્ણા શંખ, એરાવત શંખ, વિષ્ણુ શંખ, ગરુડ શંખ અને કામધેનુ શંખ આવે છે.



કામધેનું શંખના ફાયદા
કામધેનુ શંખ ખુબ જ દુર્લભ માનવામાં આવે છે. આમ પણ શંખના બે પ્રકાર આવે છે જેમાં એક હોય છે ગૌમુખી શંખ અને બીજો હોય છે કામધેનુ શંખ. આ શંખ ગાયના મુખ જેવું હોય છે. જેથી તેને કામધેનુ શંખ કહેવામાં આવે છે.


ઘરમાં કામધેનુ શંખ રાખવાથી ફાયદા
પવિત્ર કહેવાતું હોવાથી લોકો કામધેનુ શંખને ઘરમાં રાખતા હોય છે. કામધેનુ શંખ ઘરમાં રાખી તેની પૂજા કરવાથી તર્ક શક્તિમાં વધારો થાય છે. સાથે જ શંખને ઘરમાં રાખવાથી સુખ શાંતિ પણ વધે છે.



ઋષિ વશિષ્ઠે કર્યો હતો ઉપયોગ
કામધેનુ શંખ એટલું પવિત્ર હોય છે કે ઋષિઓ પણ તેનો ઉપયોગ કરતા હતા. મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને લક્ષ્મીની પ્રાપ્તિ માટે કામધેનુ શંખનો ઉપયોગ કર્યો હતો. પૌરાણિક શાસ્ત્રોમાં જોવા મળતા ઉલ્લેખ મુજબ કામધેનુ શંખના ઉપયોગ કરવાથી પૈસા અને સમૃદ્ધિમાં વધારો થાય છે.


કલ્પના પૂરી કરવાળો શંખ
કામધેનુ શંખ ઘરમાં રાખવાથી બધી જ મનોકામના પૂરી થતી હોવાનું માનવામાં આવે છે. કળિયુગમાં, મનુષ્યની ઇચ્છા પૂર્ણ થવાનું એકમાત્ર સાધન કામધેનુ શંખને માનવામાં આવે છે. આ શંખને કલ્પના પૂરી કરવાવાળો શંખ પણ કહેવામાં આવે છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube