Different Types Of Mangoes Available In India: કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. ફળોમાં રાજા ગણાતી કેરી લોકોમાં ખુબ લોકપ્રિય છે. તમે અલગ અલગ નામથી ઓળખાતી કેરીઓ ખાધી હશે, પરંતુ તમે જાણો છો એ કેરીઓના નામ કેવી રીતે પડ્યા. દરેક પ્રદેશમાં જુદી જુદી પ્રજાતીની કેરી થાય છે. સૌરાષ્ટ્રની કેસરથી લઈને મહારાષ્ટ્રની હાફુસ સુધી અને ઉત્તર પ્રદેશની લંગડોથી લઈને તોતાપુરી સુધી દરેક કેરીના નામ પાછળ એક રસપ્રદ કહાની છે. કેરીના નામ સાથે રંગ, આકાર, વજનની પણ કહાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરીમાં પણ જાતી અને પેટા જાતીઓ પડી છે અને દરેકનાં નામ અલગ અલગ છે. દરેક જાતની એક ખાસીયત સ્વાદ અને કલર પણ છે. તો કેરીનાં નામ કઇ રીતે પડ્યા તેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. 1490નાં અંતમાં પોર્ટુગીઝ લોકો કેરળમાં મસાલાઓની સાથે સાથે કેરી પણ લઇ ગયા.. તે લોકો કેરીને માંગા કહેતા હતા. માંગાથી અંગ્રેજોએ તેને મૈંગો કહેવાનું ચાલુ કર્યું. મલયાલમમાં કેરીનું નામ માન્ન છે.


આ પણ વાંચો: ગલગલિયાં કરાવવા ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોગ્રાફ મોકલે છે આ મોડેલ, શું તમને પણ આવ્યા
આ પણ વાંચો:  કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો:  સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ


1-તોતાપુરી
સ્વાદમાં ઓછી ગળી અને લીલા રંગની આ કેરી પોપટની ચાંચ જેવી લાગે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થતી આ કેરી બીજા પ્રકારની કેરીને જેમ વધારે ગળી નથી હોતી. જો કે, અથાણાં અને સલાડ માટે બેસ્ટ છે.


2-હાફૂસ
હારાષ્ટ્રમાં પાકતી આ કેરી હવે ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ઉગે છે.  હાફૂસ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી સૌથી મોંઘી કેરી છે. હાફૂસ કેરીની અલગ જ સુગંધ અને કેસરિયો રંગ હાફૂસની ઓળખ છે.


3-કેસર
સૌથી મોંઘી કેરી પૈકીની એક કેસરના પલ્પનો રંગ કેસરી હોય છે. આ કેરી અમદાવાદ અને ગુજરાતમાં પાકે છે. 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તેને કેસર નામ મળ્યું. આ કેરીનો રંગ એકદમ કેસર જેવો હોય છે.


4-લંગડો
વારાણસી અને ઉત્તરપ્રદેશમાં પાકતી લંગડો કેરીનો જાણીતો પ્રકાર છે. લંગડો કેરી પગ વિનાના એક વ્યક્તિના ખેતરમાં ઉગી હતી તેથી જ તેનું નામ લંગડો પડ્યું. આ કેરી જુલાઈથી ઓગસ્ટમાં પાકે છે. લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને પાકી જાય તો પણ રંગ લીલો જ રહે છે.


આ પણ વાંચો: Travel Plan: માત્ર 5000 Rs માં મુલાકાત લો સુંદર જગ્યાની, દિલ થઇ જશે ગાર્ડન...ગાર્ડન
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન

આ પણ વાંચો: સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં


5-રત્નાગીરી
ફેમસ રત્નાગીરી કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવગઢ, રાયગઢ અને કોંકણમાં પાકે છે. રસપ્રદ બાબત એ છે કે દરેક કેરીનું વજન 150થી 300 ગ્રામ હોય છે. આ કેરીની ટોચ પર લાલ રંગની છાંટ હોય છે.


6-સિન્ધુરા
સિન્ધુરા કેરી ગળી અને જરાક ખાટી હોય છે. આ કેરીની સુગંધ લાંબા સમય સુધી મોંમા રહે છે. શેક બનાવવા માટે આ સૌથી સારી કેરી છે. આ કેરીનો દેખાવ અન્યથી અલગ છે. બહારથી લાલ રંગ હોય છે અને અંદરનો પલ્પ પીળો હોય છે.


7-બંગનપલ્લી
હાફૂસ કરતાં સાઈઝમાં મોટી આ કેરી આંધ્રપ્રદેશના કુન્નુરના બંગનપલ્લેમાં પાકે છે. લંબગોળ આકારની આ કેરીની છાલ એકદમ કોમળ હોય છે અને લંબાઈ 14 સેમી જેટલી હોય છે. આ કેરી લંબગોળાકાર કેરીનો રંગ આછો પીળો હોય છે અને ઉપર થોડા ધબ્બા હોય છે.


8-ચોસા
બિહાર અને ઉત્તર ભારતમાં ચોસા કેરી ખૂબ જ લોકપ્રિય છે. 16મી સદીમાં શેર શાહ સૂરીએ પોતાના પ્રદેશમાં આ કેરી ઉગાડવાની શરૂઆત કરી હતી. બિહારના એક શહેરના નામ પરથી આ કેરીનું નામ છે. સ્વાદમાં એકદમ ગળી હોય છે અને છાલ પીળા રંગની છે. આ કેરીનો રંગ પીળો-સોનેરી હોય છે.


9-રસપુરી
આ કેરીનું ઉત્પાદન કર્ણાટકના મૈસૂરમાં થાય છે અને સૌથી વધુ ખવાય કર્ણાટકમાં જ ખવાય છે. રસપુરીને ભારતમાં કેરીઓની 'રાણી' કહેવાય છે. મે મહિનાથી જૂનના અંત સુધી આ કેરી મળે છે. યોગર્ટ, સ્મૂધી કે જામ બનાવવા માટે આ કેરી શ્રેષ્ઠ છે. આ કેરીનો લંબગોળ આકાર અને 4-6 ઈંચ લંબાઈ હોય છે.


10-પાયરી
સફેદા કેરીની જેમ પાયરી પણ બજારમાં વેચાતી કેરીનો એક પ્રકાર છે. આ કેરીની છાલ રાતા રંગની હોય છે અને સ્વાદ ખાટો હોય છે.આ કેરીનો રાતો રંગ અને એકદમ રસીલી હોય છે.


11-હિમસાગર
આ કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સ્પેશિયાલિટી છે. મીડિયમ સાઈઝની કેરીનું વજન 250-350 ગ્રામ છે. મીઠાઈ અને શેક બનાવવા માટે આ કેરી વપરાય છે.


12-નીલમ
આ કેરી દેશના દરેક ભાગમાં ઉગે છે. ખાસ કરીને જૂનમાં આ કેરી મળે છે. કેરીની છાલ કેસરી રંગની હોય છે અને અન્ય કેરીની સરખામણીમાં સાઈઝમાં નાની હોય છે.


13-માલગોવા
માલગોવા કેરીનો રંગ લીલો-પીળો હોય છે. આ કેરીનો આકાર ગોળ હોય છે. પીળા પલ્પની આ કેરી મે અને જૂનમાં મળે છે. આ ગોળાકાર કેરીનું વજન 300-500 ગ્રામ હોય છે.


14-માલદા
બિહારમાં 'માલદા'ને કેરીનો રાજા કહેવાય છે. ખાસ કરીને ચટણી બનાવવા માટે આ કેરી વપરાય છે. સ્વાદમાં આ કેરી ખાટી-મીઠી હોય છે. આ કેરીની છાલ અન્ય કેરીની સરખામણીમાં જાડી હોય છે.


આ પણ વાંચો: જો IT વિભાગ દ્વારા સ્વીકારવામાં ન આવે તો આ વર્ષે પગાર કરતાં વધુ TDS કાપવામાં આવશે
આ પણ વાંચો: હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
આ પણ વાંચો: રાશિફળ 08 એપ્રિલ: જો તમારા સિક્રેટ જાહેર ન કરતા, રોકાણ માટે અનુકૂળ સમય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube