વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વદેશ પરત ફર્યા બાદ કિમ જોંગ ઉન સાથે સિંગાપુરમાં યોજાયેલી પોતાની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉત્તર કોરિયાને હવે કોઇ પરમાણુ ખતરો નથી જેવો પહેલા સમજવામાં આવતો હતો. તેમણે સાથે જ પોતાનાં પુર્વવર્તી બરાક ઓબામા પર વ્યંગ કરતા કહ્યું કે, મારી અગાઉના લોકોએ કહ્યું હતું કે ઉતર કોરિયા સૌથી મોટી સમસ્યા છે પરંતુ હવે એવું નથી. સિંગાપુરમાં યોજાયેલી બેઠક બાદ એવું નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, લાંબી યાત્રા બાદ હાલ જ પરત ફર્યો, પરંતુ હવે દરેક વ્યક્તિ તે દિવસ કરતા પોતાની જાતને વધારે સુરક્ષીત અનુભવી શકે છે જે દિવસે મે પદભાર ગ્રહણ કર્યો હતો. ઉતર કોરિયા તરફથી હવે પરમાણુ ખતરો નથી. કિમ જોંગ ઉનની સાથે મારી બેઠક ખુબ જ રોચક હતી અને ખુબ જ સકારાત્મક અનુભવ રહ્યો. ઉત્તરકોરિયામાં ભવિષ્યની ઘણી સંભાવનાઓ છે. 

બીજા ટ્વીટમાં ટ્રમ્પે ઓબામા પર વ્યંગ કરતા કહ્યું કે, મારા પદગ્રહણ કરતા પહેલા લોકો માનતા હતા કે અમે ઉત્તર કોરિયા સાથે યુદ્ધ કરવા જઇ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે ઉત્તરકોરિયા સૌથી મોટી અને ખતરનાક સમસ્યા છે. હવે નથી- રાત્રે સારી ઉંઘ લો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને નોર્થ કોરિયાની વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા તથા કોરિયા દ્વિપમાં પુર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણ માટે ટ્રમ્પ અને કિમની વચ્ચે ઐતિહાસિક મંત્રણા થઇ હતી. મીટિંગ બાદ નોર્થ કોરિયાનાં શાસક કિમે ભાનિકીય હથિયારોના સંપુર્ણ નિરસ્ત્રીકરણનું વચન આપ્યું છે. જો કે ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે નોર્થ કોરિયા પર પ્રતિબંધ ચાલુ રહેશે. તેના બદલે અમેરિકાએ પણ નોર્થ કોરિયાની સુરક્ષાની ગેરેન્ટી લીધી હતી. 

દક્ષિણ કોરિયા સાથે નહી યોજાય સૈન્ય અભ્યાસ
બીજી તરફ ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકા હવે કોરિયા દ્વીપમાં દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ નહી કરે. ટ્રમ્પે કહ્યું કે, અમે વોર ગેમ્સ બંધ કરી દઇશું.જેના કારણે આપણા ઘણા પૈસા બચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નોર્થ કોરિયા દાવો કરે છે કે અમેરિકા હૂમલાની તૈયારી કરી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ વોર ગેમ્સને રોકવા અંગે સહમત થયા કારણ કે તેમને લાગે છે કે તે ખુબ જ ભકાઉ છે.