મુંબઇ : લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે જ્યાં તમામ વિપક્ષી નેતા મહાગઠબંધનની કવાયત્તમાં જોડાયેલા છે, બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે ચૂંટણી પહેલા કોઇ પણ પ્રકારનાં ગઠબંધનની સંભાવનાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પહેલા મહાગઠબંધન ન તો વ્યવહારીક છે અને ન તો શક્ય છે. શરદ પવારે પોતાનાં પહેલા વલણમાં પરિવર્તન કરવાનો સંકેત આપતા કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મહાગઠબંધન વ્યાવહારિક નથી. પવારે એક ખાનગી સમાચાર ચેનલને કહ્યું કે, ચૂંટણી પહેલા મહાગઠબંધન વ્યાવહારિક નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે કહ્યું કે, જો કે મીડિયામાં ઘણી અટકળો છે, કેટલાક વિકલ્પો અંગે મહાગઠબંધન જેવા મોર્ચા અંગે ઘણું લખાઇ રહ્યું છે. જો કે કોઇ મહાગઠબંધન અથવા કોઇ અન્ય વસ્તુની સંભાવના નથી જોતું. અમારા કેટલાક મિત્રો છે. આ લોકો ઇચ્છે છે, પરંતુ આ શક્ય નથી. ચૂંટણી બાદ ક્ષેત્રીય દળોએ એક મહત્વ ભુમિકા નિભાવવા તરફ સંકેત કરતા પવારે કહ્યું કે, મારે પોતે વિચારવાનું છે અને ગણત્રી છે કે આખરે આ રાજ્યવાર સ્થિતી હશે. તમિલનાડુ જેવા રાજ્યો હોઇ શકે છે, જ્યાં પ્રમુખ પાર્ટી દ્રમુક હશે અને અન્ય બિન ભાજપીય પાર્ટીઓને તેને સ્વીકાર કરવા પડશે. 

પવારે કહ્યું કે, જો તમે કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ આવશે તો તમે આવી શકશો કે કોંગ્રેસ ત્યાં પહેલા નંબરની પાર્ટી છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં કોઇને પણ તેલુગુ દેશમ પાર્ટીને પ્રમુખ પાર્ટી સ્વરૂપે સ્વિકારવી પડશે. તેલંગાણામાં ચંદ્રશેખર રાવ ખુબ જ મહત્વ રહેશે. ઓરિસ્સામાં નવીન પટનાયક ઘણી મોટી શક્તિ હશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મહત્વની ભુમિકા નિભાવશે. 

શરદ પવારે કહ્યું કે, આ લોકો પ્રદેશનાં નેતા, પ્રદેશની પાર્ટી તરીકે પોતાનાં રાજ્યોમાં પોતાની સ્થિતી વધારે મજબુત કરશે, ન કે ગઠબંધન સ્વરૂપે જો કે ચૂંટણી બાદ આ પ્રકારની શક્યતા હશે કે આ તમામ નેતાઓ એકત્ર થઇ ગયા કારણ કે ચૂંટણીનું સંપુર્ણ જોર ભાજપની વિરુદ્ધ હશે. પુર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, તેઓ આ વાત મુદ્દે આશ્વસ્ત છે કે આ શક્તિઓ 2019ની ચૂંટણી બાદ એકત્ર થશે, જો કેચૂંટણી પહેલા તેઓ મહાગઠબંધનની કોઇ સંભાવના નથી જોતા. 

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પવારે કહ્યું હતું કે તમામ વિપક્ષી પાર્ટીઓને આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ એકત્ર થવું પડે. તેમણે તેને 1977 જેવી સ્થિતી ગણાવી હતી, જ્યારે પાર્ટીઓના ગઠબંધને ઇન્દિરા ગાંધીને સત્તાથી બહાર કરી દીધા હતા. 

લોકશાહીમાં વિશ્વાસ ધરાવતી અને સંયુક્ત ન્યૂનતમ કાર્યક્રમ રાખનારા ભાજપ વિરોધી પાર્ટીઓને લોકોની ઇચ્છાઓને પોતાનાં મનમાં રાખવી જોઇએ અને એક થવું જોઇએ. સમાન વિચારધારાવાળી તમામ પાર્ટીઓને એકત્ર રાખવાની પ્રક્રિયાનો હિસ્સો બનીને મને ખુશી થશે.