નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણની પ્રગતિ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં આઈસીએમઆરના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોવિશીલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ આપ્યા બાદ 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, વેક્સિનની કોઈ કમી નથી. જુલાઈના મધ્ય કે ઓગસ્ટ સુધી આપણી પાસે દરરોજ 1 કરોડ લોકોને રસી લગાવવા માટે પર્યાપ્ત ડોઝ હશે. અમને ડિસેમ્બર સુધી દેશની તમામ વસ્તીનું રસીકરણ કરવાનો વિશ્વાસ છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં કુલ 21.60 કરોડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. તેમાં સ્વાસ્થ્ય કર્મીઓને 1.67 કરોડ ડોઝ, ફ્રંટલાઇન વોરિયર્સને 2.42 કરોડ ડોઝ, 45+ ઉંમર વર્ગના લોકોને 15.48 કરોડ જ્યારે 18-44 ઉંમર વર્ગના લોકો માટે 2.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 


CBSE: PM મોદીએ બોલાવી બેઠક, ધોરણ-12ની પરીક્ષા પર આવી શકે છે નિર્ણય


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,55,287 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,59,47,629 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ધીરે ધીરે કોરોનાથી થતા મોતનો આંકડો પણ ઘટતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2795 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube