સૌથી મોટા ખુશખબર! Omicron થી હવે ડરવાની જરૂર નથી, આજ વેરિયન્ટ કોરોનાનો ખાતમો કરશે
બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ રામ એસ. ઉપાધ્યાયે ઓમિક્રોન વિશે રાહતના સમાચાર આપ્યા છે. ડો.ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે.
નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોનાનું નવો વેરિએન્ટ ઓમિક્રૉન (Omicron) ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના પૂર્વ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વેરિએન્ટ જ કોરોનાનો ખાતમો કરશે. એક્સપર્ટ્સનું માનીએ તો ઓમિક્રૉનના ફેલાવવાની ઝડપથી હવે ડરવાની જરૂર નથી, આ વેરિએન્ટના કારણે જ આ મહામારીનો અંત આવશે.
ડેલ્ટાના મુકાબલે ખતરનાક નથી
તમને જણાવી દઈએ કે કેટલાંક એક્સપર્ટ્સનું માનવું છે કે જેમ ડેલ્ટા ફેંફ્સા પર અસર કરી રહ્યો હતો, તેવી રીતે ઓમિક્રૉનના મામલે આવું કંઈ નથી. ઓમિક્રૉન શરીરમાં ઘણી ધીમી ગતિથી ફેલાઈ છે અને તેના પર કોઈ વધુ મુશેક્લીનો સામનો કરવો પડતો નથી. જો કે ગુરુવારે જ યુરોપ અને અમેરિકામાં એક સાથે ઓમિક્રોનના કેસમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.
ઓમિક્રોન ફેફસામાં 10 ઘણો ધીમો ફેલાય છે
બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ રામ એસ. ઉપાધ્યાયે ઓમિક્રોન વિશે રાહતના સમાચાર આપ્યા છે. ડો.ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે. તેથી દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડતી નથી. તમને જણાવી દઈએ કે વ્યક્તિના શ્વાસનળીમાં 'મ્યુકોસલ ઇમ્યુન સિસ્ટમ' હોય છે, જે રોગપ્રતિકારક શક્તિનું કેન્દ્ર હોય છે. અહીં એક એન્ટીબોડી બને છે, જેને 'ઇમ્યુનોગ્લોબ્યુલિન IgA' કહેવામાં આવે છે. હવે જ્યારે ઓમિક્રોન શ્વાસનળીમાં જ તેની સંખ્યામાં વધારો કરે છે, તો અહીં પહેલાથી જ હાજર એન્ટિબોડીઝ ઝડપથી સક્રિય થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઓમિક્રોન ગંભીર ખતરો બને તે પહેલાં એન્ટિબોડી તેનો નાશ કરવાનું શરૂ કરે છે.
ઓમિક્રોન કરશે કોરોનાનો અંત
જ્યારે પણ કોઈ શખ્સ કોરોનાના કોઈ પણ વેરિયન્ટથી સંક્રમિત થાય છે તો રિકવરી દરમિયાન તેનું શરીર નેચરલ એન્ટીબોડી બનાવી લે છે. લગભગ આજ કામ વેક્સિન કરે છે. વેક્સિનનું કામ હોય છે કે શરીરમાં કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરવાનું. જોકે ઓમિક્રોન ઘણો ધીરે ફેલાય છે અને જેટલા લોકોમાં તે ફેલાય છે તેટલા વધારે લોકોમાં નેચરલ રોગપ્રતિકારક શક્તિ વધતી જશે.
એન્ટિબોડી બનાવવા માટે સારો છે ઓમિક્રોન
ઉલ્લેખનીય છે કે સંક્રમણના કારણે જે ઈમ્યુનિટી બને છે, તે વેક્સિનથી બનનાર ઈમ્યૂનિટીના મુકાબલે વધારે સમય સુધી શરીરમાં ટકી શકે છે. આજ કારણે ઓમિક્રોન જેટલા વધારે લોકોને સંક્રમિત કરશે, તેટલો ખતરો ઓછો થતો જશે. તેને તમે ડેલ્ટાની તુલના કરીને પણ સમજી શકો છો. જ્યારે ડેલ્ટા વેરિયન્ટ ફેલાયો હતો, ત્યારે દુનિયામાં ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા. પરંતુ ઓમિક્રોનના કેસમાં મોત એટલા માટે થઈ રહ્યા નથી કારણ કે આ વેરિયન્ટ શરીરને કમજોર બનાવવાના બદલે વધુ મજબૂત કરે છે. આજ આધાર પર વિશેષજ્ઞોનું માનવું છે કે ઓમિક્રોન વેરિયન્ટથી કોરોના મહામારીનો અંત આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube