ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન ઉપરાંત કેન્સર થવાના સૌથી મહત્વના કારણોમાં મેદસ્વિતા,શરીરમાં પોષક તત્વોનો અભાવ અને અભાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે. કે 2025 સુધીમાં  કેન્સરના કેસમાં 12.7 ટકાનો વધારો થઈ શકે છે. કોઈપણ રીતે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કેન્સરના વધતા આંકડા જોયા બાદ જ નિષ્ણાતોએ આ દાવો કર્યો છે.
 
ખતરનાક પરિસ્થિતિ તરફ ભારત વધી રહ્યું છે આગળ

 ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અનુસરા 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2020માં કેન્સરના અંદાજિત કેસ 13.92 લાખ હતા. જે 2021માં વધીને 14.26 લાખ થઈ ગયા . જ્યારે 2022માં તે વધીને 14.61 લાખ થઈ ગયો. 
 
જાણો શું છે કેન્સર ફેલાવવાનું મુખ્ય કારણ?
નિષ્ણાતોના મત અનુસાર ભારતમાં  હૃદય રોગ અને શ્વસન સંબંધી રોગો સિવાય કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કેન્સરના વધતા વ્યાપના ઘણા કારણો છે. જેમાં વધતી ઉંમર જીવનશૈલીમાં ફેરફાર, કસરત અને પોષક આહારનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે, ઘણી વખત લોકોને કેન્સરના લક્ષણો વિશે સંપૂર્ણ જાણકારી ન હોવા છતાં પણ ખબર નથી પડતી. જેના કારણે સારવારમાં વિલંબ થાય છે. જો વહેલી તકે સારવાર ન મળે તો કેન્સર વધે છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. એટલા માટે લોકોમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી પણ ખૂબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold: સોનું કે દાગીના ખરીદનારા માટે મહત્વના સમાચાર, 1 એપ્રિલથી લાગૂ થશે આ નવો નિયમ


ગલવાનની પિચ પર ભારતીય સેનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન


કયા રાજ્યના CM ને કેટલો મળે છે પગાર? જાણો આ 3 નવા મુખ્યમંત્રીને કેટલો મળશે પગાર


ભારતમાં આ કેન્સરનો ફેલાયો પુરુષોમાં હોય છે સામાન્ય
છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો આપણા દેશમાં સૌથી વધુ મોં અને ફેફસાના કેન્સર પુરુષોમાં જોવા મળે છે. તે જ સમયે સ્ત્રીઓમાં કેન્સરના મોટાભાગના કેસ સ્તન અને ગર્ભાશયમાંથી આવે છે. બેંગ્લોર સ્થિત ICMR નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) અનુસાર, 2015 થી 2022 સુધીમાં તમામ પ્રકારના કેન્સરના આંકડાઓમાં લગભગ 24.7 ટકાનો વધારો થયો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લિમ્ફોઇડ લ્યુકેમિયા, રક્ત સંબંધિત કેન્સર થવાનું જોખમ વધારે છે.


 આ ભયાનક બીમારીથી કેવી રીતે બચી શકાય  


 ડો. સુહાસ અગ્રે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટોનકોલોજિસ્ટના જણાવ્યા અનુસરા વૃદ્ધત્વ, પારિવારિક ઇતિહાસ, આનુવંશિકતા, સ્થૂળતા, તમાકુનો ઉપયોગ મધપાન, માનવ પેપિલોમાવાયરસ(HVP) જેવા વાયરલ ચેપ, પર્યાવરણમાં રસાયણો પદૂષણ, હાનિકારણ યુવી કિરણોના સંપર્કમાં સૂર્યનો સંપર્ક, નબળો આહાર , શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને અમુક હોર્મોન્સ અને બેક્ટેરિયા આ ભયંકર રોગના ફેલાવાના કારણોમાંના છે. આ રોગથી બચવા માટે જરૂરી છે કે કેન્સરના લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube