નવી દિલ્હી: રાફેલ ડીલને લઈને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદેના ખુલાસા બાદ એક વધુ ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. યુપીએ સરકાર જ્યારે પહેલીવાર ફ્રાન્સની કંપની દસાલ્ટ એવિએશન સાથે રાફેલ વિમાનોની ખરીદીને લઈને વાતચીત કરી રહી હતી ત્યારથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) અને દસોલ્ટ વચ્ચે ભારતમાં આ જંગી વિમાનોના ઉત્પાદનને લઈને 'ગંભીર મતભેદ' હતાં. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. વાત જાણે એમ હતી કે યુપીએ સરકારે 2012માં દસોલ્ટ  એવિએશન કંપની પાસેથી 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ વિમાન (રાફેલ)  ખરીદવા માટે વાતચીત શરૂ કરી હતી. યોજના એ હતી કે દસાલ્ટ એવિએશન 18 રાફેલ વિમાન તૈયાર હાલતમાં આપશે તથા કંપની HAL સાથે મળીને ભારતમાં 108 વિમાનોનું નિર્માણ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ કરાર શક્ય બન્યો નહતો. સૂત્રોએ જણાવ્યું કે 11 ઓક્ટોબર 2012ના રોજ HALએ રક્ષા મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં HALએ દસાલ્ટ એવિએશન સાથે કામ શેર કરવાને લઈને વિભિન્ન અસહમતિ રજુ  કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ત્યારબાદ જુલાઈ 2014માં  મંત્રાલયને લખેલા પત્રમાં HALએ વિમાનોના નિર્માણના લાઈસન્સ માટે દસોલ્ટ  અને HAL વચ્ચે જવાબદારી શેર કરવા મુદ્દે એક વણઉકેલાયેલા મુદ્દાને રેખાંકિત કર્યો. તેમણે કહ્યું કે વિશેષજ્ઞોના એવા મત હતાં કે HAL રાફેલ જેટ બનાવવા માટે સક્ષમ છે જે ખોટી હતી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે યુપીએ સરકાર ફ્રાંસીસી કંપની સાથે કરારને લઈને વાતચીત કરી રહી હતી ત્યારે HAL અને દસોલ્ટ એવિએશન વચ્ચે ગંભીર મતભેદ હતાં. 


ફ્રાન્સ સરકારે કહ્યું-પાર્ટનરની પસંદગીમાં તેમની કોઈ ભૂમિકા નથી
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે આપેલા નિવેદન બાદ રાફેલ ડીલ પર રાજકીય ઘમસાણ મચી ગયું છે. ઓલાંદેએ કહ્યું હતું કે 58000 કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં દસોલ્ટ એવિએશનના પાર્ટનર માટે રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત સરકારે પ્રસ્તાવિત કર્યું હતું અને દસોલ્ટ એવિએશન પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. આ નિવેદન બાદ ફ્રાન્સ સરકારે પોતાના તરફથી સ્પષ્ટિકરણ આપ્યું છે. 


ફ્રાન્સની સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતીય ઔદ્યોગિક પાર્ટનરની પસંદગીમાં તેમની કોઈ પ્રકારની ભૂમિકા નથી. સરકારે ભારપૂર્વક કહ્યું કે ફ્રેન્ચ કંપનીને કોન્ટ્રાક્ટ માટે ભારતીય કંપનીની પસંદગી કરવા માટે પૂરી આઝાદી હતી. ફ્રાન્સ સરકારે એમ પણ કહ્યું કે દસોલ્ટે સૌથી સારો વિકલ્પ પસંદ કર્યો. ફ્રેન્ચ કંપની દસોલ્ટે પણ નિવેદન જારી કરીને કહ્યું કે તેમણે ઓફસેટ પાર્ટનર તરીકે પોતે જ રિલાયન્સની પસંદગી કરી હતી. 


(અહેવાલ- ઈનપુટ- ભાષામાંથી)