BJP National Executive Meeting: દિલ્હીમાં BJP ની બે દિવસની રાષ્ટ્રીય કારોબારી, બેઠક બાદ ભાજપમાં થઈ શકે છે આ ધરખમ ફેરફાર
BJP National Executive Meeting: 10 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જ્યારે 2024માં લોકસભા ચૂંટણી પણ યોજાવવાની છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ભાજપની દિલ્હી ખાતે 2 દિવસની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાવવાની છે. આ બેઠક 16-17 જાન્યુઆરીએ યોજાશે.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: 10 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જ્યારે 2024માં લોકસભા ચૂંટણી પણ યોજાવવાની છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ભાજપની દિલ્હી ખાતે 2 દિવસની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાવવાની છે. આ બેઠક 16-17 જાન્યુઆરીએ યોજાશે.
ભાજપની આ બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મિશન 2024ની ચર્ચા કરવામાં આવશે. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને સંગઠન મહામંત્રી હાજર રહેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. બેઠકમાં 2023 માં આવનારા 10 રાજ્યોની ચૂંટણી અને લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થશે. લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં કેન્દ્રિય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રીય કારોબારી બાદ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર આવે તેવા એંધાણ છે. ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી પણ શક્યતા છે.
મહત્વના મુદ્દા
- ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારી મળશે
- દિલ્હીમાં 16-17 જાન્યુઆરીએ મળશે રાષ્ટ્રીય કારોબારી
- મિશન 2024 માટે કારોબારીમાં થશે ચર્ચા
દિલ્હી: હોટલમાં ઝઘડો! અકસ્માત અને 12 કિમી સુધી યુવતી ઢસડાઈ...કેસના 10 મોટા ખુલાસા
ખેડૂતો માટે ખુશખબર, આવકમાં થશે બંપર વધારો!, કેન્દ્ર સરકારની એકથી એક ચડિયાતી યોજના
MP, રાજસ્થાન સહિત 10 રાજ્યમાં ચૂંટણી, જાણો BJP-કોંગ્રેસની અહીં કેવી છે રાજકીય સ્થિતિ
- તમામ રાજ્યો ના પ્રદેશ પ્રમુખો અને સંગઠન મહામંત્રી હાજર રહેશે
- ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી ઓ પણ હાજર રહેશે
- 2023 માં આવનારા 10 રાજ્યોની ચૂંટણી અને લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થશે
- લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં કેન્દ્રિય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે
- રાષ્ટ્રીય કારોબારી બાદ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સંગઠન માં આવી શકે છે મોટા ફેરફારો
- ભાજપ ને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી શકયતાઓ
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube