Corona સંક્રમણ અટકાવવા આ રાજ્યમાં ફરી સંપૂર્ણ લૉકડાઉન, સરકારે કરી જાહેરાત
Full Lockdown In Kerala: કોરોનામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે બે દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.
તિરૂવનંતપુરમઃ Full Lockdown In Kerala: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસને જોતા કેરલમાં એક વખત ફરી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ સંપૂર્ણ લૉકડાઉન માત્ર શનિવાર અને રવિવાર એટલે કે 24 અને 25 જુલાઈએ રાખવામાં આવ્યું છે. કેરલ સરકાર તરફથી જારી ગાઇડલાઇન અનુસાર 24 અને 25 જુલાઈ (શનિવાર અને રવિવાર) એ 12 અને 13 જૂન 2021ના જારી દિશાનિર્દેશો પ્રમાણે સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
મહત્વનું છે કે આ પહેલા મંગળવારે કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે, રાજ્યમાં ચાલી રહેલા કોવિડ પ્રતિબંધો વધુ એક સપ્તાહ સુધી જારી રહેશે, કારણ કે એવરેજ પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઉપર છે. મુખ્યમંત્રીનું નિવેદન તેવા સમયે આવ્યુ જ્યારે બકરી ઇદ પહેલા સંક્રમણના ઉચ્ચ દરવાળા વિસ્તારમાં લૉકડાઉનના પ્રતિબંધોમાં ઢીલ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયે અયોગ્ય ગણાવી દીધો હતો.
CAA અને NRC થી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીંઃ મોહન ભાગવત
એક નિવેદનમાં વિજયને કહ્યુ- હવે પ્રતિબંધોમાં કોઈ છૂટછાટ મળશે નહીં. વર્તમાન પ્રતિબંધો આગામી એક સપ્તાહ સુધી જારી રહેશે. છેલ્લા ત્રણ દિવસમાં એવરેજ પોઝિટિવિટી રેટ વધીને 10.8 ટકા થઈ ગયો છે. ટીપીઆર મલ્લાપુરમ, કોઝિકોડ અને કાસરગોડમાં ઉચ્ચો છે. જિલ્લા તંત્રએ ટીપીઆરને નિયંત્રિત કરવા યોગ્ય પગલા ભર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube