નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોએ તમામ એક્ઝિટ પોલને ધ્વસ્ત કરી નાંખ્યા છે. જેમાં મતદારોને ઈન્ડિયા ગઠબંધનના ઘોષણાપત્ર પર વધુ વિશ્વાસ હોય તેવું લાગ્યું. ઈન્ડિયા ગઠબંધનના વાયદા અને ગેરંટીઓએ અનેક રાજ્યોમાં મતદારોને પોતાની તરફ ખેંચ્યા અને મોદી સરકારને મજબૂત ટક્કર આપી. ત્યારે ઈન્ડિયા ગઠબંધનના કયા મુદ્દાઓ ચાલ્યા?... જોઈશું આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. તમામ એક્ઝિટ પોલ ઉંધા માથે પછડાયા છે અને ઈન્ડિયા ગઠબંધનના વાયદાઓ પર મળ્યા ખોબલે-ખોબલે મત મળ્યા છે. 


542 લોકસભા બેઠક માટે મંગળવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી...જેમાં ઈન્ડિયા ગઠબંધને ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને મજબૂત ટક્કર આપી... ત્યારે ઈન્ડિયા ગઠબંધનના કયા મુદ્દાઓ લોકોને ખૂબ પસંદ આવ્યા... ત્યારે કઈ ગેરંટી દેશના મતદારોને ખૂબ  પસંદ  આવી....


આ પણ વાંચોઃ આ ચાર રાજ્યોમાં ભાજપ સાથે ખેલ થઈ ગયો, સૂત્ર હતું 400ને પાર... હવે 300 માટે સંઘર્ષ!


GSTમાં ફેરફાર કરવાનું વચન આપ્યું...


મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાનું વચન....


મહિલાઓ માટે અડધી સરકારી નોકરીઓ અનામત રહેશે


શ્રમ ન્યાય મનરેગા હેઠળ 400 રૂપિયા આપવામાં આવશે


યુવાઓને 30 લાખ સરકારી નોકરી આપવામાં આવશે


ખેડૂતોને MSP પર ગેરંટી આપવામાં આવશે


જાતિની વસ્તી ગણતરી કરીને અનામતની 50 ટકાની મર્યાદા દૂર કરશે


પેપર લીક રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવશે


કામદારો માટે 25 લાખ રૂપિયાનું હેલ્થ કવર અપાશે...


યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને શ્રમજીવીઓ પર વિેશેષ ધ્યાન મૂક્યું...


દેશના મતદારોને ઈન્ડિયા ગઠબંધનની ગેરંટીઓ આકર્ષક લાગી. જેના કારણે તેમણે ખોબલે ને ખોબલે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા.. જે દર્શાવે છે કે દેશના મતદારોને ભાજપની યોજનાઓ પસંદ ના આવી...