India Toll Tax: આ 25 લોકોએ નથી ચૂકવવો પડતો ટોલ ટેક્સ, દેશમાં ક્યાંય પણ કરી શકે છે સફર
India Toll Tax: એક્સપ્રેસ વે હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે, જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.
India Toll Tax: ભારતનું રસ્તાનું માળખું હવે સુગ્રથિત અને વ્યવસ્થિત બની રહ્યું છે. હાઈવે પર સફર કરવી આસાન બની રહી છે. પરંતુ આ માટે આપણે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. એક્સપ્રેસ વે હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે, જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.
આ લોકોને નથી ભરવાનો ટોલ ટેક્સ
ભારના રાષ્ટ્રપતિ
ભારતના ઉપરાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
કોઈ પણ રાજ્યના રાજ્યપાલ
ભારતના ચીફ જસ્ટિસ
લોકસભા અધ્યક્ષ
કેબિનેટ મંત્રી
કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી
આ પણ વાંચો:
SIPRI: હથિયાર ખરીદવાના મામલે ભારત નંબર વન, જાણો ટોપ 5માં અન્ય કયા દેશો?
માર્ચમાં આ દિવસથી શરૂ થશે કમૂરતા, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ; નહીં તો પસ્તાશો
મંગળવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ, બાકી હનુમાનજીના ગુસ્સાથી બરબાદ થઈ જશે પરિવાર
સુપ્રીમ કોર્ટના જજ
સંઘના રાજ્યમંત્રી
કેન્દ્ર શાસિત પ્રદેશોના એલજી
પૂર્ણ સામાન્ય કે સમકક્ષ રેન્કના ચીફ ઑફ સ્ટાફ
કોઈ રાજ્યની વિધાનસભા પરિષદના સભાપતિ કે વિધાનસભાના અધ્યક્ષ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
હાઈકોર્ટના જજ
સાંસદ
થલ સેનાના સેના કમાન્ડર અને અન્ય સેવાઓના સમકક્ષ, રાજ્ય સરકારના મુખ્ય સચિવ, ભારત સરકારના સચિવ, સચિવ, રાજ્યોની પરિષદ, લોકસભા સચિવની ગાડીઓને ટોલ ટેક્સ નથી આપવો પડતો.
આમને પણ મળે છે છૂટ
આ સાથે અર્ધ સૈનિક બળો અને પોલીસ સહિતના યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર બળ, એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ, ફાયર ફાયટર ડિપાર્ટમેન્ટ, શબ વાહિનીને પણ ટેક્સ નથી આપવો પડતો. આ સિવાય રાજકીય યાત્રા પર આવેલા ગણમાન્ય, કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય અને સંબંધિત રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની વિધાન પરિષદના સભ્ય, જો કે પોતાનું માન્ય ઓળખપત્ર બતાવે તો તેમન ટોલ ટેક્સમાંથી છૂટ મળી શકે છે.
અહીં એ જાણવું જરૂરી છે કે, વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાનું નિર્માણ કરવા માટે ટોલ ટેક્સનો ઉપયોગ કરી શકાય છે. આ ગતિવિધિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયંત્રણમાં છે. ટોલ વસૂલવા માટે ભારત સરકારે ફાસ્ટ ટેગની રજૂઆત કરી છે જે કેશલેસ ટોલ ટ્રાવેલ ચૂકવવાની પ્રક્રિયા છે.
આ પણ વાંચો:
માથા પરથી ગાયબ થઈ રહ્યાં છે વાળ? અજમાવો દાદીમાનો આ નુસ્ખો, હેર ફોલનો આવશે અંત
આ ફેશનેબલ રીંગ પહેરવાથી થાય છે અનેક ચમત્કારિક ફાયદા
ગુજરાતના વધુ એક મંદિરનો તઘલખી નિર્ણય, પાવાગઢમાં હવે નારિયેળ નહિ વધેરી શકાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube