નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ઝારખંડમાં મહત્વાકાંક્ષી જન આરોગ્ય આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાને લઇ કેન્દ્રમાં મોદી સરકારની એક તરફ ઉત્સાહપૂર્વક પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે આ યોજનાને દેશના પાંચ રાજ્યોમાં અમલમાં ન મૂકવા પર મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. ઓડિશા, તેલંગાણા, દિલ્હી, કેરળ અને પંજાબ આ રાજ્યમાં આ યોજનાને નામંજૂર કરવામાં આવી છે. જોકે, આ પાંચ રાજ્યોએ આ યોજનાને અમલમાં ન મુકવાના જુદા-જુદા કારણ જણાવ્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ યોજના વિશે રાજ્યો પાસેથી અભિપ્રાય પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તેઓ તેને અમલમાં મૂકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશા સરકારની યોજનામાં મહિલાઓને મળે છે વધુ ફાયદો
આ મામલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે, ‘આયુષ્માન ભારતથી વધારે રાજ્ય સરકારની બીજૂ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના લોકોની મદદ કરે છે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના પાંચ લાખ રૂપિયા આપે છે. ત્યારે રાજ્ય સરકારની સ્વાસ્થ્ય કલ્યાણ યોજનામાં મહિલાઓને સાત લાખ રૂપિયાનો વીમો આપવામાં આવ્યો છે.’ પટનાયકે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ દેશમાં સતત વધતી પેટ્રોલ-ડીઝલની કિંમતો પર નિયંત્રણ કરવું જોઇએ. રાજ્યમાં આયુષ્માન ભારત યોજનાને બીજૂ સ્વાસ્થ્ય કલ્યાણ યોજનાથી બદલવામાં આવશે નહીં.


કેરળ સરકારનો દાવો, 70 ટકા લોકોને મળી રહ્યો છે રાજ્યની યોજનાનો લાભ
ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, કેરળના ગૃહમંત્રી થોમસ ઇસાકે પણ આયુષ્માન ભારત યોજનાની ટીકા કરી હતી. તેમણે આ યોજનાને છેતરપિંડી ગણાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આ યોજનામાં માત્ર 1100 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં આવા હેલ્થ કવર આપવું શક્ય નથી. તો, તેલંગાણામાં આરોગ્યશ્રી યોજના અંતર્ગત રાજ્યમાં 70 ટકા લોકોને હેલ્થ કવર મળી રહ્યું છે કહીંને આયુષ્માન ભારત યોજનાને નામંજૂર કરવામાં આવી છે. તેલંગાણા સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાથી રાજ્યમાં માત્ર 80 લાખ લોકોને જ લાભ મળી શકે છે.


દિલ્હી અને પંજાબમાં આયુષ્માન ભારત યોજનાને સંપૂર્ણ નકારી કાઢી
દિલ્હીની રાજ્ય સરકારે આ યોજનાને સંપૂર્ણ નકારી કાઢી છે. જોકે, દિલ્હીમાં આયુષ્માન ભારતની દ્રષ્ટિએ રાજ્ય સરકાર પાસે કોઇ યોજના નથી. દિલ્હી સરકારનું માનવું છે કે કેન્દ્રની આ યોજનાથી રાજ્યના માત્ર 3 ટકા વસ્તીને આ યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, માત્ર 6 લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળી શકશે. પંજાબ સરકારે પણ દિલ્હીની સરકાર જેવું જ ઉદાહરણ આપી આ યોજનાને નકારી કાઢી છે.