નવી દિલ્હીઃ  દેશ પર તો જાણે પનૌતી બેઠી છે. કારણ કે એક બાદ એક વાવાઝોડા આવી રહ્યા છે. હજુ બિયરજોય વાવાઝોડાની યાદો ભૂલાઈ નથી ત્યાં ગુજરાત પર આશના વાવાઝોડાનું સંકટ સર્જાયું છે. ત્યારે ગુજરાત સહિત દેશ પર અત્યાર સુધીમાં કેટલા વાવાઝોડા આવ્યા અને કેટલો વિનાશ વેર્યો છે ,જોઈએ આ અહેવાલમાં...  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 જૂન 1998 
એ દિવસ હતો મંગળવારનો, પરંતુ લોકો ક્યાં જાણતા હતા કે મંગળવારનો દિવસ તેમના માટે 'અ'મંગળ સાબિત થવાનો છે. 9 જૂન 1998ના દિવસે ચૌદશ હતી અને દરિયામાં પૂનમની ભરતી હતી. લોકો જેઠ મહિનાની ગરમી દઝાડતી હોવાથી સૌ કોઈ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કુદરત તો કંઈક અલગ જ ધારીને બેઠી હતી. 


150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
જ્યારે વાવાઝોડું કંડલા પરથી પસાર થયુ ત્યારે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની હતી. વાવાઝોડું પોતાની ભયંકર ગતિ સાથે જ કંડલા પર ત્રાટક્યુ. અરબી સમુદ્રમાંથી આવેલું એ વાવાઝોડું પોરબંદર, રાજકોટ, જામનગર અને અંતે કચ્છના કંડલા પર ત્રાટક્યું અને હજારોના જીવ લઈ ગયું. 


29 ઓક્ટોબર 1999
દક્ષિણ ભારત પર આવેલા મિચૌંગ વાવાઝોડાએ દેશ પર આવેલા અનેક વાવાઝોડાઓની યાદ તાજી કરી દીધી છે. 29 ઓક્ટોબર 1999ના રોજ સવારે 10:30 વાગ્યે આ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. અને જોતજોતામાં વિનાશ વેરીની નીકળી ગયુ હતુ. 


260 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
1999નું એ સુપર સાઇક્લોન જ્યારે ઓડિસા સાથે ટકરાયુ ત્યારે પવનની ગતિ 260 કિલોમીટર પ્રતિ કલાકની હતી. સત્તાવાર આંકડો જોઈએ તો ત્યારે લગભગ 10 હજાર જેટલા લોકોના મોત થયા હતા. જો કે વાસ્તવિક મૃત્યુઆંક 50 હજારનો હોવાનો પણ દાવો કરાયો હતો. 


1970  ભોલા વાવાઝોડું 
1970માં આવેલા આ ભોલા નામના વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી હતી. એટલું જ નહીં તે સમયના પૂર્વી પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં પણ વિનાશ વેર્યો હતો. 1970નું એ વાવાઝોડું ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદભવેલું સૌથી ખતરનાર વાવાઝોડું હતુ. જેણે લગભગ 4થી 5 લાખ લોકોના જીવ લીધા હતા. 


2005 પ્યાર વાવાઝોડું
સપ્ટેમ્બર 2005માં ત્રાટકેલા આ વાવાઝોડાએ બંગાળની ખાડીમાં ઉત્તર-પૂર્વથી લઈને દક્ષિણ-પશ્ચિમ સુધીના વિસ્તારને ઘમરોળ્યુ હતુ. અને છેલ્લે આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ પર લેન્ડફોલ થયુ હતુ. પ્યાર નામના વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને ઓડિસાના આસપાસના વિસ્તારમાં 65 લોકોના જીવ લીધા હતા. 


2008 નિશા વાવાઝોડું
ડિસેમ્બર 2008માં નિશા નામના વાવાઝોડાએ તબાહી મચાવી હતી. નિશા વાવાઝોડાના ટાર્ગેટ પર ભારતના તમિલનાડુંના વિસ્તાર અને શ્રીલંકાનો અમુક ભાગ હતો. જે ગતિએ આ વાવાઝોડા તમિલનાડું અને શ્રીલંકામાંથી પસાર થયુ તેમાં અંદાજે 200 લોકોએ પોતાનો જીવ ખોયો હતો. 


2009 ફ્યાન વાવાઝોડું 
4 નવેમ્બર 2009ના રોજ શ્રીલંકામાં કોલંબોના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના દરિયામાં ફ્યાન નામના વાવાઝોડાએ જન્મ લીધો. આ વાવાઝોડાની ચપેટમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના પણ અમુક ભાગ આવ્યા હતા. તો આ વાવાઝોડાના પગલે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર મૂશળધાર વરસાદ પડ્યો હતો. 


2012 નીલમ વાવાઝોડું 
31 ઓક્ટોબર 2012ના રોજ નીલમ નામના વાવાઝોડાએ પોતાનો વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાએ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુંના મહાબલીપુરમ સાથે ટકરાયુ હતુ. ભારે પવન અને મજબૂતી સાથે નીલમ વાવાઝોડાએ લેન્ડફોલ કરતા અંદાજે 75 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. 


2013  ફૈલિન વાવાઝોડું 
1999માં ઓડિસામાં આવેલા વાવાઝોડા બાદ ભારતમાં ભૂસ્ખલન કરનારું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું હતુ. તીવ્ર ઉષ્ણબંધીય ગણાતા ફૈલિન વાવાઝોડાએ 45 લોકોના જીવ લીધા હતા. 


2019 ફાની વાવાઝોડું 
ફાનીને ખુબ જ ભયંકર વાવાઝોડું ગણવામાં આવ્યુ હતુ. જે મે મહિનામાં ઓડિસા રાજ્ય સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડામાં ઉચ્ચ શ્રેણીના 4 પ્રમુખ વાવાઝોડા જેટલી શક્તિ હતી. ત્યારે આ વાવાઝોડાએ 40થી વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા. 


2017 ઓખી વાવાઝોડું 
વર્ષ 2017માં આવેલું ઓખી નામનું વાવાઝોડું સૌથી ભયંકર સાબિત થયુ હતુ. કારણ આ વાવાઝોડાએ અંદાજે 245 લોકોના જીવ લઈ લીધા હતા. ઓખીએ માત્ર કેરળ જ નહીં તમિલનાડુ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિનાશ વેર્યો હતો. 


2020 અમ્ફાન વાવાઝોડું 
અમ્ફાન નામનું વાવાઝોડું એક શક્તિશાળી અને ભયંકર વાવાઝોડું હતુ . કારણ કે તેને સુપર સાયક્લોનિક વાવાઝોડાની શ્રેણીમાં આંકવામાં આવ્યું હતુ. મે 2020માં ત્રાટકેલા આ વાવાઝોડાએ પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં પોતાનો વિનાશ વેર્યો હતો. 


2021 તૌકતે વાવાઝોડું 
તૌકતે નામનું વાવાઝોડું ગુજરાત માટે આફત સાબિત થયુ હતુ. 17 મે 2021ના રોજ આ તૌકતે વાવાઝોડું સીધુ જ ગુજરાતના દરિયાઈ કાંઠા સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડાએ ભારે વિનાશ તો વેર્યો હતો. સાથે જ ગુજરાત સહિત 3 રાજ્યોમાં અંદાજે 24 લોકોના જીવ લીધા હતા. 


2021 યાસ વાવાઝોડું 
વર્ષ 2021માં ભારતે બે વિનાશક વાવાઝોડાનો સામનો કર્યો. જેમાં તૌકતે બાદ યાસ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 26 મે 2021ના રોજ યાસ વાવાઝોડું ઓડિસાના ભદ્રક જિલ્લા પરથી 130થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયુ. પરંતુ સદનસીબે થોડા જ સમયમાં આ વાવાઝોડું નબળું પડ્યુ હતુ. જેથી ખાનાખરાબી સૌથી ઓછી થઈ હતી. 


2022  આસની વાવાઝોડું
આસની વાવાઝોડું વર્ષ 2022નું પહેલું વાવાઝોડું હતું. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાયું હતુ. વાવાઝોડાની અસરના કારણે 7થી 12 મે 2022 વચ્ચે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. 


2022 મૈંડોસ વાવાઝોડું
મૈંડોસ વાવાઝોડુ 2022નું ત્રીજુ ભયંકર વાવાઝોડુ માનવામાં આવે છે. જે 14 ડિસેમ્બર 2022ના રોજ અંદમાન-નિકોબાર અને ચેન્નાઈના દરિયાકાંઠે ટકરાયું હતુ. આ વાવાઝોડુ પોતાની સાથે ભારે પવન અને મુશળધાર વરસાદ લઈને આવ્યું હતુ. 


2023 બિપરજોય વાવાઝોડું
ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું એટલે બિપરજોય વાવાઝોડું. 15 જુન 2023ની સાંજે બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતુ. બિપરજોય અરબી સમુદ્રમાં યોજાયેલું ટ્રૉપિકલ વાવાઝોડું હતુ. આવું જ વાવાઝોડું 1970માં પણ સર્જાયું હતુ. જેણે ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી. ત્યારે લોકોને ડર હતો કે બિપરજોય પણ એટલી જ તારાજી વેરશે. પરંતુ સમુદ્રમાં જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યુ હતુ તે જમીન પર પહોંચતા નબળું પડી ગયુ હતુ. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.