સાવધાન! 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દેખાયું Omicron નું આ ગંભીર લક્ષણ, સાવચેત રહો
વયસ્કો અને વૃદ્ધોની જેમ બાળકોમાં પણ કોરોનાના અલગ-અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. આમાંના કેટલાક લક્ષણો ખૂબ જ સામાન્ય છે. બાળકોમાં તાવ, થાક, ઉધરસ, સ્વાદ અને ગંધ ગુમાવવી એ કોરોનાના કેટલાક સામાન્ય લક્ષણો છે
નવી દિલ્હી: કોરોના વાયરસ હાલ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોહરામ મચાવી રહ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નિષ્ણાતોના મતે બાળકો કોરોનાથી વધુ સંક્રમિત થવાની સંભાવના બતાવવામાં આવી છે. કોરોના વાયરસ વયસ્કો અને બાળકો બંનેને અસર કરી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતો માને છે કે બાળકોમાં કોરોનાના મોટાભાગના કેસો હળવા હોય છે અથવા કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ લક્ષણો ગંભીર હોઈ શકે છે.
બાળકોમાં કોરોનાના લક્ષણો
વયસ્કો અને વૃદ્ધોની જેમ બાળકોમાં પણ કોરોનાના અલગ-અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. આમાંના કેટલાક લક્ષણો ખૂબ જ સામાન્ય છે. બાળકોમાં તાવ, થાક, ઉધરસ, સ્વાદ અને ગંધ ગુમાવવી એ કોરોનાના કેટલાક સામાન્ય લક્ષણો છે.
ગંભીર લક્ષણો પણ દેખાઈ શકે છે
બાળકોને મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) હોવાની વાત પણ સામે આવી છે. તબીબોના મતે, જે બાળકોને આ સમસ્યા હોય છે તેમને હૃદય, ફેફસાં, રક્તવાહિનીઓ, કિડની, પાચનતંત્ર, મગજ, ત્વચા કે આંખો જેવા અનેક અંગોમાં તીવ્ર બળતરા અને સોજા આવે છે.
હાલમાં સામે આવેલા રિપોર્ટ અનુસાર, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઓમિક્રોના કારણે ક્રુપ નામની બિમારી થઈ રહી છે જે કુક્કુર ઉધરસ કરી રહી છે.
શ્વસન માર્ગમાં ઈન્ફેક્શન
ડોકટરોનું માનીએ તો, જે બાળકો ઓમિક્રોનની ઝપેટમાં આવી રહ્યા છે, તેમના ઉપરના શ્વસન માર્ગમાં ઈન્ફેક્શન હોઈ શકે છે, જેના કારણે ક્રુપ થઈ રહ્યું છે. ઉપલા શ્વસન માર્ગમાં ઈન્ફેક્શનના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેના સિવાય તાવ, ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં અવાજની સમસ્યા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube