જન્મકુંડળીના આ યોગ બરબાદ કરી નાંખે છે જીવન, જાણો બચવાના સરળ રસ્તા!
રાહુ અને કેતુ જ્યારે કુંડળીમાં ચંદ્ર સાથે મળે છે ત્યારે ગ્રહણ યોગ બને છે. આ એક અશુભ યોગ છે, જેના કારણે માનસિક સ્થિતિ બગડવા લાગે છે. તેની સાથે નોકરી-રોજગારમાં પણ સમસ્યા સર્જાય.
નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માક્ષર પરથી સમગ્ર ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રો વિવિધ પ્રકારના યોગ બનાવે છે. જેમાંથી કેટલાક શુભ અને કેટલાક અશુભ હોય છે. જો કુંડળીમાં શુભ યોગોની સંખ્યા વધુ હોય તો વ્યક્તિ જીવનમાં ધનવાન અને સુખી બને છે. બીજી તરફ જ્યારે કુંડળીમાં અશુભ યોગો પ્રબળ બને છે ત્યારે લાખ પ્રયત્નો કરવા છતાં જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો કુંડળીના કયા યોગથી પરેશાની થાય છે.
ગ્રહણ યોગ
રાહુ અને કેતુ જ્યારે કુંડળીમાં ચંદ્ર સાથે મળે છે ત્યારે ગ્રહણ યોગ બને છે. આ એક અશુભ યોગ છે, જેના કારણે માનસિક સ્થિતિ બગડવા લાગે છે. તેની સાથે નોકરી-રોજગારમાં પણ સમસ્યા સર્જાય. તેનાથી બચવા માટે આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ.
ચાંડાલ યોગ
જ્યારે ગુરુ અને રાહુ કુંડળીમાં એક સાથે બેસે છે ત્યારે ચાંડાલ યોગ બને છે. આ યોગના અશુભ પ્રભાવને કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
અલ્પાયુ યોગ
કુંડળીમાં અશુભ ગ્રહોની સાથે 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં ચંદ્ર બેઠો હોય તો અલ્પાયુ યોગ બને છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે, તેના જીવનમાં સંકટ આવે છે. તેનાથી બચવા માટે રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.
વિષ યોગ
કુંડળીમાં શનિ અને ચંદ્રના સંયોગથી વિષ યોગ બને છે. વિષ યોગના કારણે વ્યક્તિનું જીવન નરક જેવું બની જાય છે. આ યોગના અશુભ પ્રભાવથી બચવા માટે શનિવારે પીપળાને જળ ચઢાવવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube