ભારતના નાગરિકો માટે કેટલાક દસ્તાવેજો ખુબ જરૂરી હોય છે. આ દસ્તાવેજોની તેમને ક્યાંકને ક્યાંક જરૂર પડતી હોય છે. જેમાં પાન કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રાશન કાર્ડ, અને  આધાર કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે. જેમાં આધાર કાર્ડ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગ થનારો દસ્તાવેજ છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર કાર્ડ બનાવતી વખતે ક્યારેક ભૂલ થઈ જાય છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકાતો નથી આ ઉપરાંત સરનામું કે કોઈ વિગતો બદલાય તો તેમાં ફેરફાર કરાવવા જરૂરી બનતા હોય છે. જો કે UIDAI તરફથી લોકોને આધારમાં અપડેશન કરાવવાની તક મળતી હોય છે. પરંતુ કેટલીક જાણકારીઓ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રમાં અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે. આ માટે તમારે ફી ચૂકવવી પડે છે. 


શાં માટે જવું પડે આધાર સેન્ટર?
આધાર કાર્ડમાં બે પ્રકારની જાણકારીઓ હોય છે. એક ડેમોગ્રાફિક જાણકારીઓ અને એક બાયોમેટ્રિક જાણકારી. ડેમોગ્રાફિક જાણકારી તમે ઓનલાઈન અપડેટ  કરાવી શકો છો. પરંતુ બાયોમેટ્રિક જાણકારીને અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર જવું પડે છે. બાયોમેટ્રિક જાણકારીની વાત કરીએ તો તમારા હાથની તમામ 10 આંગળીઓની ફિંગર પ્રિન્ટ, તમારી આંખોનો આઈરિસ સ્કેન અને તમારા  ચહેરાનો ફોટો. આ બધી ચીજો બાયોમેટ્રિક જાણકારીમાં આવે છે. આ માટે તમારે આધાર કેન્દ્રમાં પહેલા તો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે અને ત્યારબાદ તમે તેમાં ફેરફાર કરાવી શકો છો. 


આપવી પડે છે ફી
આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક જાણકારીઓ અને બાયોમેટ્રિક જાણકારીઓ હોય છે. બાયોમેટ્રિક જાણકારીઓ અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રમાં પહેલા ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહે છે. ત્યારબાદ ત્યાં હાજર ઓપરેટર તમારી એ જાણકારીને અપડેટ કરે છે. અત્રે જણાવવાનું કે UIDAI તરફથી બાયોમેટ્રિક જાણકારીઓ માટે અલગ ફી રાખવામાં આવી છે. 


જ્યારે ડેમોગ્રાફિક માહિતી અપડેટ કરાવવા માટે અલગ ફી છે. જો તમે કોઈ ડેમોગ્રાફિક જાણકારીમાં ફેરફાર કરાવો તો તમારે તેના માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડે છે. પરંતુ જો તમે આધાર સેન્ટર જઈને બાયોમેટ્રિક જાણકારીમાં ફેરફાર કરાવો તો તેના માટે 100 રૂપિયા ફી ચૂકવવાની રહે છે.