પ્રયાગરાજ: કુંભ મેળાના ત્રીજા અને છેલ્લા શાહી સ્નાન વસંત પંચમીના પર્વ પર શનિવારે સવારે 8 વાગ્યાથી શ્રદ્ધાળુઓએ સ્નાન કરવાનું શરૂ કરી દીધુ છે. સવારે 4 વાગ્યા સુધીમાં 60 લાખથી વધારે લોકોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. મેળાના અધિકારી કિરણ આનંદે અહીંયા પત્રકારોને જણાવ્યું કે રવિવારે મેળામાં સ્નાન કરવા માટે 2 કરોડથી વધારે શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે. તેને પગલે મુખ્ય 10 સ્થાનો પર 500 વધારાના પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર


ડીઆઇજી મેળા કેપી સિંહએ જણાવ્યું કે વસંત પંચમીના મુહૂર્ત શનિવાર સવારે 8:55 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધીનું છે. તેને જોઇને શ્રદ્ધાળુઓનું ગંગામાં સ્નાન સવારથી જ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભમેળામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બીએસએફની તરફથી બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. શનિવારની મધ્ય રાત્રીએ અક્ષયવટથી ત્રિવેણી માર્ગ વચ્ચે પાંચ પાંટૂન પુલોને બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રવિવારે ફોર વ્હિલ વાહનોનો પ્રવેશ બંધ રહેશે.


વધુમાં વાંચો: મનોહર પર્રિકર બિમારીમાં દેશની સેવારત્ત, રાહુલ ગાંધી ગંદી રાજનીતિમાં વ્યસ્ત: શાહ


મળા અધિકારીએ જણાવ્યું કે મૌની અમાસ પર્વની જેમ વસંત પંચમી પર પણ 8 કિલોમીટરના વિસ્તારમાં 40 ઘાટ સ્નાન માટે ઉપલબ્ધ રહેશે. લોકોનું માર્ગદર્શન કરવા માટે દરેક જગ્યાએ લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સંગમ લોઅર માર્ગ, સંગમ અપર માર્ગ અને અખાડા માર્ગ પર ખાસ નજર રાખવા માટે નિયંત્રણ કક્ષને આદેશ આપવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: ટીએમસી MLA પુજા કરીને મંચ પરથી ઉતર્યા તે સાથે જ ગોળીબાર, ઘટના સ્થળે જ મોત


ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતી અને મૌની અમાસ બાદ વસંત પંચમી ત્રીજુ અને છેલ્લુ શાહી સ્નાન છે અને ત્યારબાદ અખાડાના સાધુ તેમના સ્થળો તરફ પરત ફરવાનું શરૂ કરી દેશે. જોકે કુંભ મેળો 4 માર્ચ સુધી ચાલશે અને તે દિવસે મહાશિવરાત્રીના સ્નાનની સાથે આ મેળો સંપન્ન થશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...