જમ્મુ અને કાશ્મીરના રિયાસી બાદ આતંકીઓએ એકવાર ફરીથી બે જગ્યાએ આતંકી હુમલો કર્યો છે. 48 કલાકની અંદર ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આતંકીઓએ મંગળવારે જમ્મુ સંભાગના કઠુઆ જિલ્લામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ સેનાએ એક આતંકીને ઠાર કર્યો. આ સાથે જ આતંકીઓએ ડોડા જિલ્લાના છતરકલા વિસ્તારમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો. કઠુઆમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા છે. એડીજીપી જમ્મુએ એક આતંકી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. હાલ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ આતંકીઓએ રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જે શિવખોડી મંદિરથી કટરા જઈ રહી હતી તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અથડામણ ચાલુ
જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે રાતે આતંકી હુમલા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ ગઈ છે. એડિશનલ ડીજીપી આનંદ જૈને જણાવ્યું કે જિલ્લાના ચતરગલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની એક જોઈન્ટ પોસ્ટ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. તેમણે જણાવ્યું કે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી જેની સાથે અથડામણ ચાલુ થઈ ગઈ. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણ ચાલુ છે. 


ડોડા અગાઉ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ અથડામણમાં એક સંદિગ્ધ પાકિસ્તાની આતંકીને ઠાર કર્યો. બાકી બચેલા આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓએ સરહદપારથી ઘૂસણખોરી કરી છે. હીરાનગરમાં આતંકીઓના ફાયરિંગમાં 3 નાગરિકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હીરાનગર હોસ્પિટલ ખસેડાયા છે. 


પોલીસ પ્રવક્તાના જણાવ્યાં મુજબ આતંકીઓએ હીરાનગર સેક્ટરમાં કૂટા મોડ પાસે સૈદા સુખલ ગામ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ત્યારબાદ ચાલેલા સર્ચ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો. હાલ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક એકે રાઈફલ અને એક બેગ મળી આવી છે. આતંકીની ઓળખ અને તેના સમૂહની જાણકારી મેળવવામાં આવી રહી છે.