બેંગલુરૂઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાંતોએ ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેની સૌથી વધુ અસર બાળકો પર જોવા મળશે. હવે તેમ લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ છે. બેંગલુરૂમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે આવનારા સમયમાં આ આંકડો વધી શકે છે. આ મામલાને ત્રીજી લહેરની એન્ટ્રીના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે કર્ણાટકમાં કોરોનાના 1338 નવા કેસ સામે આવ્યા અને 31 લોકોના મોત થયા છે. નિષ્ણાંતો પહેલા ચેતવણી આપી ચુક્યા છે કે કોરોનાની ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. તેવામાં બાળકો આટલા મોટી સંખ્યામાં સંક્રમિત મળવા ડરાવે છે.


બેંગલુરૂ મહાનગર પાલિકાએ કહ્યું કે છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષથી નાની ઉંમરના 242 બાળકો પોઝિટિવ આવ્યા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોવિડની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. 


આ પણ વાંચોઃ કિન્નૌરમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 13 થયો, સર્ચ ઓપરેશનમાં NDRF ની ટીમ થઈ સામેલ


આંકડા અનુસાર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 9 વર્ષથી ઓછી ઉંમરના 106 બાળકો અને 9થી 19 વર્ષની વચ્ચેના 136 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં બાળકોના પોઝિટિવ કેસ વધી શકે છે. 


સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, આ સંખ્યા થોડા દિવસમાં ત્રણ ગણી થઈ જશે જે એક મોટો ખતરો છે. અધિકારીએ કહ્યું- અમે બસ એટલું કહી શકીએ કે પોતાના બાળકોને ઘરની અંદર રાખી આ વાયરસથી બચાવો. મોટાની તુલનામાં બાળકોમાં વધુ ઇમ્યુનિટી હશે નહીં. માતા-પિતાને વિનંતી છે કે આવા બાળકોને ઘરની અંદર રાખો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. 


કર્ણાટક સરકારે પહેલાથી બધા જિલ્લામાં રાત્રી અને વીકેન્ડ કર્ફ્યૂનો આદેશ આપ્યો છે, આ સિવાય કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરહદો પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 72 કલાક સુધીનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ દેખાડનારને રાજ્યમાં પ્રવેશની મંજૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube