Corona: ત્રીજી લહેરની `પીક`નો સમય સામે આવ્યો, દરરોજ સામે આવશે આટલા કેસ!
ભારતમાં ઓમિક્રોન (Omicron) ના અત્યાર સુધી 21 કેસ સામે આવી ચુક્યા છે. આઈઆઈટીના વૈજ્ઞાનિકે ત્રીજી વેવને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે.
મુંબઈઃ SARS-COV-2 ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) થી કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની જલદી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IIT મુંબઈના વૈજ્ઞાનિકે અનુમાન વ્યક્ત કર્યું છે કે ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં પીક પર પહોંચી શકે છે, જ્યારે દરરોજ એકથી દોઢ લાખ કેસ આવવાની સંભાવના છે.
બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય
IIT ના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, નવા અનુમાનમાં ઓમિક્રોન વેરિએન્ટને એક કારણ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું- નવા વેરિએન્ટની સાથે, અમારૂ હાલનું અનુમાન છે કે દેશમાં ફેબ્રુઆરી સુધી ત્રીજી લહેર આવી શકે છે, પરંતુ તે બીજી લહેરથી હળવી હશે. અત્યાર સુધી આપણે જોયું કે આમિક્રોનથી થનારા સંક્રમણની ગંભીરતા ડેલ્ટા સ્વરૂપની જેમ નથી. પરંતુ તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કેસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, જ્યાં આ નવા વેરિએન્ટના અનેક કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ ભારતમાં ઓમિક્રોને ચિંતા વધારી, મહારાષ્ટ્રમાં વધુ બે કેસ સામે આવ્યા, દેશમાં કુલ સંખ્યા 23 થઈ
લાગી શકે છે લૉકડાઉન?
અગ્રવાલે કહ્યું કે હાલમાં દક્ષિણ આફ્રિકામાં ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી. તેમણે કહ્યું કે વાયરસ અને હોસ્પિટલમાં દાખલ થવાના દરો અંગેનો નવો ડેટા પરિસ્થિતિનું વધુ સ્પષ્ટ ચિત્ર આપશે. અગ્રવાલે કહ્યુ- એવું લાગે છે કે નવા સ્વરૂપે વધુ સંક્રામકતા દેખાડી છે પરંતુ તેની ગંભીરતા ડેલ્ટા સ્વરૂવ જેવી જોવા મળી નથી. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટના પ્રસાર દરમિયાન જોવામાં આવ્યું હતું કે હળવા પ્રતિબંધોવાળુ લૉકડાઉન (રાત્રી કર્ફ્યૂ, ભીડ પર પ્રતિબંધ) સંક્રમણના પ્રસારમાં કમી લાવી શકે છે અને તેનાથી કેસની સંખ્યા ઓછી રહી શકે છે.
તે ઓક્ટોબરમાં અપેક્ષિત હતું
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સપોર્ટેડ સોર્સ મોડેલે અગાઉ જણાવ્યું હતું કે જો ડેલ્ટા કરતાં વધુ ચેપી કોઈ નવું પ્રકાર છે, તો ઓક્ટોબર સુધીમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. જોકે નવેમ્બર સુધી આ વેરિએન્ટ સામે આવ્યો નહોતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકા અને કેટલાક અન્ય દેશોમાં સામે આવેલા કોવિડના નવા વેરિએન્ટને 26 નવેમ્બરે ઓમિક્રોન નામ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube