નવી દિલ્હી: છેલ્લા 7 દિવસમાં દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસને લઈને IIT કાનપુરે એક મેથમેટિકલ સ્ટડી  કર્યો છે. જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોનાવાયરસ પીક પર હતો અને હવે તેની ગતિ ઘટવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માટે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ગણિતિક મોડલ સૂત્રનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિકોનો એવો પણ દાવો છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ હવે પીક પર પહોંચી ચૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી જશે. અને ત્યારબાદ તે ઘટવા લાગશે. 


કુંભ અને રેલીઓથી નથી વધ્યો કોરોના
શું રેલીઓ અને કુંભના કારણે દેશમાં કોરોના વાયરસ વધ્યો છે? જેના જવાબમાં આઈઆઈટી પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે કોરોના સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જોવા મળ્યો છે. આ બંને જગ્યાઓ પર ન તો રેલીઓ હતી કે ન તો કુંભ, આથી કોરોના વાયરસના વધવાનું કારણ તે ન હોઈ શકે. 


Covid-19: આ જીવલેણ કોરોના મહામારીથી દેશને ક્યારે મળશે રાહત? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ


ક્યાં સુધી પહોંચશે કોરોનાનો આંકડો?
આઈઆઈટીના સ્ટડી મુજબ પીક પર પહોંચતા ઉત્તર પ્રદેશમાં રોજના 35 હજાર કેસ, દિલ્હીમાં 30 હજાર કસ, પશ્ચિમ બંગાળમાં 11 હજાર, રાજસ્થાનમાં 10 હજાર અને બિહારમાં 9 હજાર કેસ આવી શકે છે. ત્યારબાદ વાયરસના કેસ પીક પાર કરી જશે. 


કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે જુલાઈમાં કોરોનાની બીજી લહેર ખતમ થઈ જશે. જો કે કોરોનાના ડેટા એનાલિસિસ કરતા ખબર પડે છે કે ઓક્ટોબરથી જ ત્રીજી લહેર પણ શરૂ થઈ જશે. આ સ્ટડીમાં એ ખબર નથી પડી કે ત્રીજી લહેર કેટલી મોટી અને ભયાનક હશે.


CoWIN Portal માં થયો મોટો ફેરફાર, હવે આ એક વસ્તુ વગર નહીં થાય રસીકરણ 


બીજી લહેરના પીકનો સમય આગળ વધ્યો
તેઓ જણાવે છે કે દેશમાં બીજી લહેરના પીકનો સમય હવે આગળ વધી ગયો છે. હવે આ પીક 10-15 મેની જગ્યાએ આગામી એકથી બે અઠવાડિયા આગળ શિફ્ટ થતો જોવા મળી રહ્યો છે. ઓડિશા, અસમ અને પંજાબમાં પીકનો સમય સ્પષ્ટ થઈ શક્યો નથી. આથી થોડી રાહ જોવી પડશે. દિલ્હી અને મધ્ય પ્રદેશમાં પીક આવી ચૂક્યો છે. જ્યારે હરિયાણામાં પીકનો સમય આગળ વધી ગયો છે. 


ત્રીજી લહેર માટે દેશ તૈયાર રહે
તેમણે કેન્દ્ર સરકારને ચેતવ્યા કે જો કોરોનાની ત્રીજી લહેરની અસર ઓછી કરવી હોય તો અનેક ઉપાયો અજમાવી શકાય છે. આ માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશની મોટાભાગની વસ્તીને રસી મૂકવામાં આવે. નવા વેરિએન્ટની જલદી ઓળખ કરીને તેને રોકવામાં આવે. દેશમાં કોરોનાની ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ પર વધુ ફોકસ કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube