થઈ જાવ એલર્ટ, આ મહિને આવવાની છે કોરોનાની ત્રીજી લહેર!
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ હવે કહ્યુ કે, ડિસેમ્બરમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, પરંતુ તેનો પ્રભાવ હળવો હશે.
મુંબઈઃ દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ત્રીજી લહેર જરૂર આવશે. વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેર (Third Wave) નો કહેર શરૂ થઈ ગયો છે. પરંતુ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ હવે કહ્યુ કે, ડિસેમ્બરમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, પરંતુ તેનો પ્રભાવ હળવો હશે.
ઓછો રહેશે ત્રીજી લહેરનો પ્રભાવ
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે ત્રીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજન અને ICU બેડની જરૂર રહેશે નહીં. ટોપેએ કહ્યું, 'ત્રીજી લહેર હળવી રહેવાની સંભાવના છે અને મેડિકલ ઓક્સિજન અને આઈસીયુ બેડની જરૂર રહેશે નહીં.' કોવિડ-19ના હાલના માહોલ અંગે ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 80% નાગરિકોને રસી આપવામાં આવી છે. હાલમાં ચેપનું સ્તર અને મૃત્યુ દર ઓછો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ
તમને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 766 કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયા છે. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે 10,000 ની નીચે રહી છે. મહારાષ્ટ્રમાં મંગળવાર સુધીમાં વાયરસના કુલ 66,31,297 કેસ નોંધાયા છે. ટોપેએ કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાની પ્રથમ લહેર સપ્ટેમ્બર 2020 માં આવી હતી અને બીજી લહેર એપ્રિલ 2021 માં આવી હતી.
આ પણ વાંચો- તમને મારવા માંગતો હતો, પણ તમે બચી ગયા, ગૌતમ ગંભીરને ફરી મળ્યો ધમકીભર્યો ઈમેલ
વેક્સીનેશનને લઈને કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત
ટોપેએ કહ્યુ કે, તેમણે પાછલા સપ્તાહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી અને સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રંટ લાઇન વર્કર્સ, વરિષ્ઠ નાગરિકો અને સંક્રમણ પ્રમાણે નબળા વર્ગો માટે રસીનો બૂસ્ટર ડોઝ આપવાને લઈને કેન્દ્રની મંજૂરી માંગી હતી. સંક્રમણના બચાવ માટે 12થી 18 વર્ષના બાળકો-કિશોરોને રસી લગાવવાની માંગ કરી હતી. ટોપેએ કહ્યુ- માંડવિયાએ કહ્યુ કે, તે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને માહિતી આપશે.
AIIMS ચીફે નકારી હતી ત્રીજી લહેરની વાત
ઉલ્લેખનીય છે કે એમ્સ દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મંગળવારે કહ્યુ હતુ કે, દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની તુલનામાં એટલી તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની આશંકા નથી. ગુલેરિયાએ કહ્યુ કે, આ સમયે સંક્રમણના કેસમાં વધારો ન થવો દર્શાવે છે કે રસી હજુ વાયરસથી સુરક્ષા પ્રદાન કરી રહી છે અને હાલમાં ત્રીજા બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube