ભારતમાં રોકી શકાય છે Corona ની ત્રીજી લહેર, નીતિ આયોગના સભ્યએ જણાવ્યા ઉપાય

સોમવારે દેશમાં વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ છે. સોમવારનો દિવસ ભારતના રસીકરણ અભિયાન માટે ઐતિહાસિક રહ્યો હતો. એક દિવસમાં જ વેક્સિનના 86.16 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય વીકે પોલે મંગળવારે કહ્યુ કે, કોરોના મહામારીની ત્રીજી લહેરને રોકવી આપણા હાથમાં છે. તેમણે કહ્યું કે, જો આપણે કોવિડથી બચવા માટે જારી દિશા-નિર્દેશોનું પાલન કરીએ અને બધા પોતાનું રસીકરણ કરાવી લે તો ત્રીજી લહેરને આવવાથી રોકી શકાય છે.
મહત્વનું છે કે સોમવારે દેશમાં વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત થઈ છે. સોમવારનો દિવસ ભારતના રસીકરણ અભિયાન માટે ઐતિહાસિક રહ્યો હતો. એક દિવસમાં જ વેક્સિનના 86.16 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. તેના પર પોલે કહ્યુ કે, એક દિવસનો આ આંકડો દેખાડે છે કે દેશમાં રસીકરણ અભિયાન આવવાના દિવસોમાં હજુ વધુ ઝડપથી વધારો થશે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 જૂને નવી વેક્સિન નીતિને લાગૂ કરી અને દેશમાં બધા લોકોને ફ્રી ડોઝ આપવાની જાહેરાત કરી હતી. તે હેઠળ કેન્દ્ર સરકાર વેક્સિનની ખરીદી કરી રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવશે. 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો વેક્સિનેશન સેન્ટર જઈ રસી લઈ શકે છે.
આ પણ વાંચોઃ PM મોદી સાથે બેઠક પહેલા મહેબૂબા મુફ્તીએ કાશ્મીર રાગ આલાપ્યો, મૂકી આ શરતો!
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ એક નિવેદનમાં પોલના હવાલાથી કહેવામાં આવ્યું છે, આ બધા કેન્દ્રો અને રાજ્ય સરકારો વચ્ચે યોજના અને સમન્વયને કારણે સંભવ થયું છે. પોલે કહ્યુ, ત્રીજી લહેર આવે છે કે નહીં તે આપણા હાથમાં છે. જો આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ અને ખુદ રસીકરણ કરાવીએ તો આ લહેરને રોકી શકાય છે. ઘણા દેશો એવા છે જ્યાં બીજી લહેર પણ આવી નથી. જો આપણે આ બધી વાતોનું ધ્યાન રાખીએ તો આ સમય પણ પસાર થઈ જશે.
એક દિવસમાં કોરોનાના 42 હજાર નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,640 કેસ નોંધાયા છે. જે 91 દિવસમાં સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે 2,99,77,861 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,62,521 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 81,839 દર્દીઓ રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો હવે 2,89,26,038 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube