ગુવહાટી: બ્રહ્મપુત્ર નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ અને રોડ બ્રિજ તૈયાર થઇ ગયો છે. તેનું ઉદઘાટન 25 ડિસેમ્બરે પીએમ મોદી કરવા જઇ રહ્યા છે. આ બ્રિઝને બનાવાથી નોર્થ ઇસ્ટના વિસ્તારમાં અવર-જવર પહેલા કરતા સહેલી થઇ જશે. આ સિવાય સેનાની દ્રષ્ટિ પણ પહોંચી શકે છે. આમતો આ બ્રિજની અનેક ખાસિયતો છે. અને એવી પણ વિશેષતાઓ છે, કે આ બ્રિજ પર ખાસ બનાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ વાત તો આપણે બધા જાણીએ છે, કે નોર્થ ઇસ્ટના વિસ્તારમાં ભૂકંપનો પણ ખતરો રહે છે. પરંતુ આ બ્રિજને તેનો કોઇ પણ ફર્ક પડતો નથી. રિક્ટર સ્કેલ પર આશરે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ પણ જો આવે તો પણ આ બ્રિજને કોઇ પણ પ્રકારનું નુકશાન નહિ થાય. આ બ્રિજ ભારતનો પહેલો પૂર્ણત વેલ્ડેજ બ્રિજ છે. 


આ બ્રિજ 4.98 કિમી લાંબો છે. આ ડિબ્રુગઢ અને ધેમાજીના એક સાથે જોડે છે. આ આશરે 50 લાખ લોકોના જીવનને સહેલુ કરી દેશે. અને આ બ્રિજ અસમના ઉપરોક્ત ભાગને અરૂણાચલ સાથે જોડશે.


વધુમાં વાંચો...ચેન્નાઇ: કરૂણાનિધિની પ્રતિમાનું અનાવરણ પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો


ભૂકંપનો રહે છે સૌથી વધારે ખતરો 
આ પ્રોજેક્ટના ડાયરેક્ટર આરવીઆર કિશોરનું કહેવું છે, કે આ બ્રિજ ભૂકંપ રોધી જોનમાં આવે છે. ટેકનિકલી વાત કરીએ તો આ સિસમિક જોન-vમાં આવે છે. અહિયા પર 7 અથવા તેના કરતા વધારે તીવ્રતા વાળો ભૂકંપ આવવોએ સામાન્યા વાત છે. એવામાં આ બ્રિજને એવી રીતે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય આ બ્રિજ પર 1700 ટન વજન ગુજારી શકાય છે. યુદ્ધની સ્થિતિમાં અહિયાથી એકદમ ભારે ટેંક પણ નિકાળી શકાય છે.