નવી દિલ્હી: ભારતમાં લોકોને મંદિરો પ્રત્યે ખુબ શ્રદ્ધા છે. અહીં કરોડો મંદિરો છે. કદાચ એવું એક પણ ગામ ન હોય જ્યાં મંદિર ન હોય. કેટલાક મંદિરો તો એવા છે જે કોઈ ખાસ કારણસર જાણીતા છે. ભક્ત ભગવાનને ખુશ કરવા માટે મંદિરોમાં પૂજા કરે છે અને પ્રસાદ જેવી વસ્તુઓ ચડાવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભગવાનને પ્રસાદ નહીં પરંતુ બીડી ચડાવવામાં આવે છે. આ વાત તમને સાંભળવામાં જરા વિચિત્ર લાગે પરંતુ બિલકુલ સાચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1400 ફૂટ ઊંચી પહાડી પર આવેલું છે આ મંદિર
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મંદિરનું નામ મુસહરવા મંદિર છે. બિહારના કૈમૂર જિલ્લાના ભગવાનપુર પ્રખંડના 1400 ફૂટ  ઊંચી પહાડી પર આવેલું છે. અહીં યુપી, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશથી લોકો પોતાની ફરિયાદો લઈને આવે છે. ભક્ત પોતાની કુશળ મંગળ યાત્રા અંગે મુસહરવા બાબાને બીડી ચડાવે છે. ત્યારબાદ પોતાની મંજિલ સુધી જાય છે. અત્રે જણાવવાનું કે આ વિસ્તાર નક્સલપ્રભાવી વિસ્તાર ગણાય છે. અહીં અધૌરા પહાડી પર નક્સલીઓનું રાજ રહેતું હતું અને ત્યારથી આ મંદિરમાં બીડી ચડાવવાની પ્રથા બનેલી છે. 


પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video 


પહાડ પર ચડતા પહેલા અને પછી ચડાવવામાં આવે છે બીડી
એવી માન્યતા છે કે પહાડી ઘાટી ચડતા પહેલા અને ચડ્યા બાદ મુસહરવા બાબાને બીડી ચડાવવી જરૂરી છે. જેનાથી તેમના રસ્તામાં આવનારી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે અને લોકો સુરક્ષિત મુસાફરી કરે છે. જેમની પાસે ચડાવવા માટે બીડી ન હોય તેઓ મુસહરવા બાબાની દાનપેટીમાં બીડી ચડાવવા માટેના પૈસા નાખે છે અને પછી આગળ વધે છે. 


3 years of Pulwama Attack: પુલવામા આતંકી હુમલાને 3 વર્ષ પૂરાં, એટેક વિશે એક પુસ્તકમાં થયો ચોંકાવનારો ખુલાસો


જે અવગણે તેની સાથે કઈ અમંગળ થાય છે!
મંદિરના પૂજારી ગોપાલ બાબા જણાવે છે કે મુસહરવા બાબાના મંદિરમાં 22 વર્ષોથી લોકો પૂજા અર્ચના કરતા આવ્યા છે. કોઈ પણ રાહગીર કે અધૌરા જનાર વ્યક્તિ આ રસ્તે થઈને જાય છે. તેણે બીડીનો ભોગ જરૂર લગાવવો પડે છે. અનેક એવા યાત્રી છે જેમણે બાબાની માન્યતાની અવગણના કરી અને તેમની સાથે કઈક અમંગળ થઈ ગયું. કોઈ પહાડથી લપસી પડ્યા તો કોઈને વાગ્યું. જો પહાડની મુસાફરી સરળતાથી પાર પાડવી હોય તો તમારે સાથે યાત્રા માટે સાવધાનીની સામગ્રી સાથે એક બંડલ બીડી લઈને આવવું પડશે. ત્યારબાદ જ તમારી મુસાફરી પૂરી થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube