નવી દિલ્હી : લોકસભામા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા, તમામ કેન્દ્રીય મંત્રાલય અને વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ નરેન્દ્ર સરકારના કાર્યોની યાદી બનાવે. મળતી માહિતી અનુસાર અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સરકાર વિપક્ષના દરેક હૂમલાનો જવાબ આપવા માંગે છે. સરકાર ચર્ચા દરમિયાનસંપુર્ણ સક્રિયતા સાથે વિપક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાયદો ઉઠાવવાની તક છોડવા માંગે છે. આ મુદ્દે જોડાયેલા એક સુત્રએ આ અંગે માહિતી આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોએ જણાવ્યુ કે, તમામ મંત્રાલયો અને વિભાગો સાથે છેલ્લા ચાર વર્ષના કાર્યોની યાદી તૈયાર કરવામાટે જણાવાયું છે. સાથે જ આ યાદીને ટુંકમાં સંબંધિત સચિવોને આપવા માટે જણાવાયું છે, જેથી તેનો ઉલ્લેખ વિપક્ષને જવાબ આપવામાં આવી શકે. ચર્ચા દરમિયાન વિપક્ષ કયા મુદ્દાઓ પર સરકાર પર હૂમલો કરી શકે છે. તેની પણ યાદી તૈયાર કરાવવામાં આવી છે. એક અન્ય સુત્રએ જણાવ્યું કે સરકાર પર કરાયેલા હૂમલાના જવાબ તૈયાર કરવાની જવાબદારી પણ એક ટીમને સોંપવામાં આવી છે. જે વિપક્ષને ભાષણ દરમિયાન જ કાઉન્ટર પોઇન્ટ બનાવશે અને વડાપ્રધાનના નજીકના વ્યક્તિને આ લિસ્ટ સોંપવામાં આવશે. ત્યાર બાદ વડાપ્રધાન વિપક્ષના હૂમલાનો જવાબ આપશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના 2014માં સત્તામાં આવ્યા બાદ આ પહેલી તક છે, જ્યારે વિપક્ષ દ્વારા સત્તા પક્ષની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હોય. વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો, ગૌરક્ષા, લિચિંગ, મહિલાઓ અને દલિતો વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર અને એસસી-એસટી એક્ટને  હળવો કરવાનાં આરોપ સહિત ઘણા મુદ્દાઓ પર અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો

લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે, સદનમાં 20 જુલાઇના રોજ આ અંગે ચર્ચા થશે. આખો દિવસ ચર્ચા બાદ મતદાન થશે. તેનાં આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. 

અવિશ્વાસનાં પ્રસ્તાવથી સરકારની નિષ્ફળતાઓ છતી કરશે: કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે શુક્રવારે રજુ થનાર અવિશ્વાસનો પ્રસ્તાવ એક નંબરની ગેમ કરતા ઘણી વધારે હશે અને તેનો ઉપયોગ સરકારની નિષ્ફળતાને જનતા સામે રજુ કરવા માટે કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે ચર્ચા કોંગ્રેસનાંવરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું કે, તેમની પાર્ટીને અવિશ્વાસના પ્રસ્તાવ અંગે અન્ય વિપક્ષી પાર્ટીઓનું સમર્થન છે. આ પ્રસ્તાવ સરકારને અરીસો દેખાડવા માટે કામમમાં આવશે. આ દરમિયાન જનતાના અનેક મુદ્દાઓને સદનમાં મુકાશે, જેથી જનતા સુધી તેનું સત્ય પહોંચે.