નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે અને આગામી 1 મહિના સુધી પાર્ટી પ્રવક્તાઓને ટીવી ચેનલમાં યોજાતી ડિબેટમાં મોકલવામાં આવશે નહીં. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જાણકારી આપી અને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, તેઓ તેમના પ્રવક્તાઓને 1 મહિના સુધી કોઇપણ ટીવી ચેનલોના કાર્યક્રમોમાં સામેલ થવા મોકલશે નહીં. જણાવી દઇએ કે, આ પહેલા કોંગ્રેસની હાર બાદ મધ્ય પ્રદેશના ભિંડ લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા દેવાશીષ જરારિયાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પાર્ટી પ્રવક્તાઓને ટીવી ચેનલના કાર્યક્રમોમાં ના મોકલવા આગ્રહ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નરેન્દ્ર મોદી આજે બીજી વખત લેશે વડાપ્રધાન પદના શપથ, જાણો નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ


તેમના પત્રમાં દેવાશીષ જરારિયાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આગ્રહ કરતા કહ્યું હતું કે, હું ભિંડ દતિયા લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર રહ્યો છું અને મને અને લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓને ગત પાંચ વર્ષમાં અનુભવ થયો છે કે, ટીવી ચેનલમાં સકારાત્મક ચર્ચા અને સંવાદ માટે કોઇ સ્થાન નથી. લગભગ 600 ટીવી ડિબેટમાં હું ગયો છું અને મે જોયું છે કે, 95 ટકા ડિબેટ્સ માત્ર પ્રોપગેન્ડા પર આધારીત રહી છે. એટલા માટે પાર્ટીના પ્રવક્તાઓને ટીવી ડિબેટ્સમાં મોકલવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. કેમકે આ ડિબેટ્સના કારણે છેલ્લા 5 વર્ષમાં પાર્ટીને ઘણું નુક્સાન થયું છે.


Live: શપથ ગ્રહણ પહેલા PM મોદીએ મહાત્મા ગાંધી, અટલજી અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ


ત્યારે કોંગ્રેસનું ટીવી ચેનલની ડિબેટ્સમાં ભાગ ન લેવાની જાણકારી આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બધી મીડિયા ચેનલ/સંપાદકોથી આગ્રહ કરવામાં આવે છે કે, તેઓ તેમના શોમાં કોંગ્રેસ પ્રતિનિધિયોને સામેલ ના કરે. કોંગ્રેસી સૂત્રોના અનુસાર પાર્ટી મોદી સરકાર પર શરૂઆતના એક મહિના સુધી કોઇ પણ ટીકા-ટિપ્પણી કરવાથી બચવા માગે છે, એટલા માટે આ નિર્ણય કર્યો છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...