નવી દિલ્હીઃ Covid19 Variants: ચીન અને અન્ય દેશોમાં કોવિડ-19 કેસમાં વધારાને જોતા ભારત સરકારે એલર્ટ જારી કરી દીધુ છે. રાજ્યોને વર્તમાન અને ઉભરતા વેરિએન્ટને ટ્રેક કરવા માટે પોઝિટિવ કેસ સેમ્પલનું જીનોમ સીક્વેન્સિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડના આ ડર વચ્ચે એક વાયરસ વોટ્સએપ મેસેજમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓમિક્રોનનો નવો સામે આવેલો એક્સબીબી સબવેરિએન્ટ પાંચ ગણો વધુ ઘાતક છે અને ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં તેનું મૃત્યુદર વધુ છે. તેમાં તે પણ ચેતવણી આપવામાં આવી છે કે તેના લક્ષણ અન્ય સબવેરિએન્ટથી ખુબ અલગ છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વોટ્સએપ મેસેજને ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેના પર વિશ્વાસ ન કરો અને ફોરવર્ડ ન કરો. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે વર્તમાન ડેટામાં તે સલાહ આપવામાં આવતી નથી કે એક્સબીબી ઓમિક્રોનની તુલનામાં વધુ ઘાતક છે, જે સ્વયં ડેલ્ટા વેરિએન્ટથી ઓછો ઘાતક છે. 


'સંપૂર્ણ રીતે ખતમ થયો નથી કોરોના, બુસ્ટર ડોઝ લગાવી લો'


સરકાર થઈ એલર્ટ
નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19 સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને એલર્ટ રહેવા અને સર્વેલાન્સ તંત્રને મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો હતો. માંડવિયાએ એક ટ્વીટમાં કહ્યું- કેટલાક દેશોમાં કોવિડ-19 કેસમાં વૃદ્ધિને જોતા આજે નિષ્ણાંતો અને અધિકારીઓની સાથે સ્થિતિની સમીક્ષા કરી. કોવિડ હતુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત લોકોને સતર્ક રહેવા અને સર્વેલાન્સ વધારવાનું કહ્યું છે. અમે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube