આ શખસ છે સીએમ યોગીનો જબરો ફેન, મળવા માટે રાજસ્થાનથી પગપાળા પહોંચ્યો ગોરખપુર, જણાવી એવી વાત કે...
મામચંદ નાથપંથ યોગી આદિત્યનાથથી ખુબ જ પ્રભાવિત છે. તેઓ પંથમાં સામેલ થઈને અધ્યાત્મક માર્ગ પર ચાલવા માટે યોગીજીનું માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે. જયપુરના રહેવાસી મામચંદ આનંદ વ્યવસાયે વાહન ચાલક છે. તેઓ 3 બાળકોના પિતા પણ છે અને હવે ગૃહસ્થમાંથી સંન્યાસી જીવનમાં આવીને અધ્યાત્મકના ગૂઢ રહસ્યો સમજવા માંગે છે.
લખનઉ: ગોરક્ષપીઠાધીશ્વર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રતિ ગજબની દીવાનગી જોવા મળી છે. તેમના પ્રતિ નિષ્ઠા રાખનાર રાજસ્થાનના મામચંદ આનંદ ચાલતા યોગીજીને મળવા માટે ગોરખનાથ મંદિર પહોંચ્યા છે.
યોગીજીથી છે પ્રભાવિત
મામચંદ નાથપંથ યોગી આદિત્યનાથથી ખુબ જ પ્રભાવિત છે. તેઓ પંથમાં સામેલ થઈને અધ્યાત્મક માર્ગ પર ચાલવા માટે યોગીજીનું માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે. જયપુરના રહેવાસી મામચંદ આનંદ વ્યવસાયે વાહન ચાલક છે. તેઓ 3 બાળકોના પિતા પણ છે અને હવે ગૃહસ્થમાંથી સંન્યાસી જીવનમાં આવીને અધ્યાત્મકના ગૂઢ રહસ્યો સમજવા માંગે છે.
સીએમ તરીકે કરી રહ્યા છે કામ
તેમનું કહેવું છે કે શિવાવતારી ગુરુ ગૌરક્ષનાથ દ્વારા પ્રવર્તિત નાથપંથે તેમને ખાસ્સો એવો પ્રભાવિત કર્યો છે. તેમના મતે, તેનું કારણ પંથનો ધ્યેય લોક કલ્યાણ છે અને વર્તમાનમાં ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીના રૂપમાં પણ પંથનો ધ્યેય પુરો કરી રહ્યા છે.
સાધના પ્રતિ સમર્પણ
તેમણે જણાવ્યું છે કે તેઓ જયપુરથી ચાલતા એટલા માટે નીકળી પડ્યા કે તેઓ પોતાના નવા સાધના પથ પ્રતિ સમર્પણ દેખાડી શકે. મામચંદ્રને આશા છે કે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ તેમના જીવનમાં નવી દિશા દેખાશે.
સીએમ યોગીએ પાઠવી હોળીની શુભેચ્છા
બીજી બાજુ, મુખ્યમંત્રી યોગીએ હોળીની શુભેચ્છા આપી અને જણાવ્યું કે, રંગ, ઉમંગ, ઉલ્લાસનો આ પર્વ શાલીનતાથી મનાવો. જોશમાં હોશ ખોતા નહીં. જેથી કોઈ પણ પ્રકારનું સંક્ટ ઉભું ન થાય. હોળી પર દરેક વ્યક્તિઓની ભાવનાઓનું ધ્યાન રાખો. કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય કે પારિવારિ કારણોસર રંગથી રમવા માંગતું ન હોય તો તેના પર રંગ ન લગાવો. ગંદગી ના ફેંક અને ના તો કોઈની આંખોને નુકસાન પહોંચાડો. હોળીનો પર્વ તે સનાતન સંસ્કૃતિનો ભાગ છે, જેણે દુનિયાને વસુધૈવ કુટુંમ્બકમ અને સર્વે ભવન્તુ સુખિનરૂનો મંત્ર આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube