નવી દિલ્હી : જો તમારા ખાતામાં જો 99 કરોડ 99 લાખ રૂપિયા આવી જાય તો કદાચ તમારા હોશ ઉડી જાય અને તમે થોડા સમય માટે બોલી જ ન શકો એવું પણ બને. એવું જ કંઇક બિહારનાં ખગડિયામાં 15થી વધારે લોકોનાં ખાતામાં થયું. આ લોકોનાં ખાતામાંથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા હતા અને તેમને તેની ભનક પણ નહોતી. સમગ્ર કિસ્સાનો ખુલાસો ત્યારે થયો જ્યારે જય રામે પોતાનાં ખાતાનું બેલેન્સ ચેક કર્યું તો માહિતી મળી કે તેના ખાતામાં 99 કરોડ 99 લાખ રૂપિયા જમા છે. ત્યાર બાદ તેણે તુરંત જ આ અંગે માહિતી આપી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તમામ લોકો સાઇબર ક્રાઇમના શિકાર થઇ ગયા છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ખગડિયાના ગંગૌર પોલીસ સ્ટેશનમાં રહેનારી પહીમા પંચાયતનાં 15 કરતા પણ વધારે લોકો સાઇબર ક્રાઇમના શિકાર થઇ ગયા. તમામનાં ખાતામાં કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઇ રહ્યું હતું. આ તમામ લોકોનું કહેવું છે કે દલાલનાં ચક્કરમાં ફસાઇને ઠગ ટોળકીનો શિકાર થઇ ગયા. 

લોન અપાવવાની લાલચમાં આપ્યા ડોક્યુમેન્ટ્સ
ગામના એક વચેટીયાએ મહિલાઓને લાલચ આપી કે તે બેંક પાસેથી લોન અપાવી દેશે. આ લાચરમાં આવીને વચેટિયાએ આ લોકોનાં દસ્તાવેજ મુદ્દે અલગ અલગ ઘણી બેંકોમાં ખાતા ખોલાવી દીધા. ત્યાર બાદ બેંકની પાસબુક, એટીએમ, પિન નંબર અને સિમકાર્ડ પણ પોતાની પાસે મુકી દીધા. થોડા દિવસ બાદ જ્યારે લોન ન મળી તો એકાઉન્ટ હોલ્ડર જયરામને ખગડિયાના જલકોડા ખાતે એસબીઆઇ બ્રાંચમાં જઇને પોતાનું બેલેન્સ ચેક કર્યું. બેલેન્સ જોઇને તેના હોશ ઉડી ગયા કારણ કે તેના ખાતામાં 99 કરોડ 99 લાખ રૂપિયા જમા દેખાડી રહ્યા હતા. તેને જોઇને બેંકના અધિકારીઓ પણ પરેશાન થઇ ગયા.

ત્યાર બાદ ગામના દરેક લોકોએ પોતાના ખાતાઓ ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે આશરે 15 લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. આ ખાતા દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ગત્ત ઘણા મહિનાઓથી કરવામાં આવી રહ્યું છે. તમામ ખાતા ધારકોએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર મુદ્દે બ્રાંચ મેનેજર સૌરભ કુમાર સુમનનું કહેવું છે કે તમામ લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ફરિયાદ મળ્યા બાદ તમામ ખાતાઓ ફ્રીઝ કરી દેવાયા છે.

આ મુદ્દે બેંકને કોઇ જ લેવા દેવા નથી. 
આ મુદ્દે પોલીસે પણ ગંભીર કાર્યવાહી કરતા ગામના 10 વચેટિયાઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કગડિયા એસપી મીનૂ કુમારીનું કહેવું છે કે સાઇબર ક્રાઇમનો મોટો કેસ સામે આવ્યો છે. પોલીસ હાલ આ સમગ્ર મુદ્દે ગંભીર તપાસ કરી રહી છે.