Bhawani Mandi Railway Station: ભારતનું રેલવે નેટવર્ક દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક છે. રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીં એકથી એક આધુનિક રેલવે સ્ટેશનથી લઈને અજીબ રેલવે સ્ટેશન પણ છે. આ રેલવે સ્ટેશન ચર્ચામાં પણ રહે છે અને કેટલાક તો એટલા ખાસ છે કે જેને જોવા માટે દૂર દૂરથી લોકો પહોંચે છે. જ્યારે કેટલાક રેલવે સ્ટેશન પોતાના અજીબો ગરીબ નામથી ચર્ચામાં છે. આજે અમે એક એવા અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં યાત્રીની લાઈન અલગ રાજ્યમાં હોય છે અને ટિકિટ લેવા અલગ રાજ્યમાં જવુ પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 રાજ્યોની બોર્ડર પર છે ભવાની મંડી રેલવે સ્ટેશન
દિલ્લી અને મુંબઈ રેલ રુટ પર આવેલા ભવાની મંડી સ્ટેશન વિશે જે કોઈપણ સાંભળે છે એકવાર તો વિચારમાં પડી જ જાય છે. કેમ કે આ સ્ટેશનથી યાત્રા શરૂ કરવા માટે યાત્રીઓએ ટિકિટ લેવા માટે રાજસ્થાન રાજ્યમાં લાઈનમાં ઊભુ રહેવું પડે છે. જ્યારે ટ્રેન મધ્ય પ્રદેશથી મળે છે. હકીકતમાં આ સ્ટેશન રાજસ્થાનના ઝાલાવડ જિલ્લામાં છે અને મધ્યપ્રદેશ-રાજસ્થાન બોર્ડર પર સ્થિત છે. દેશનું આ એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે જે 2 રાજ્યોની સરહદ પર બનેલું છે. જેના કારણે લોકો ટિકિટ લેવા માટે રાજસ્થાનની સરહદ પર જાય છે અને ટિકિટ આપનારો ક્લાર્ક મધ્ય પ્રદેશમાં બેઠો હોય છે.


ઘરના દરવાજા પણ ખૂલે છે અલગ રાજ્યોમાં
ભવાની મંડીના રેલવે સ્ટેશન ઉપરાંત અહીં કેટલાક ઘરોની સ્થિતિ પણ અજીબ છે. રાજસ્થાન સીમા પર બનેલા કેટલાક ઘરોના આગળના દરવાજા ભવાની મંડી ઝૂપડપટ્ટીમાં ખૂલ છે, તો પાછળના દરવાજા મધ્ય પ્રદેશના ભૈંસોદા ઝૂપડપટ્ટીમાં ખૂલ છે. આ બંને રાજ્યોના લોકો માટે બજાર પણ એક જ છે. જોકે, આનો ફાયદો નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકો ધૂમ ઉઠાવે છે. આ લોકો મધ્ય પ્રદેશમાં ચોરી કરે છે અને ભાગીને રાજસ્થાન જતા રહે છે, જ્યારે રાજસ્થાનમાં ચોરી કરીને મધ્ય પ્રદેશ આવી જાય છે. આ કારણથી જ અહીંની પોલીસ વચ્ચે અવાર નવાર સીમા વિવાદ પણ થાય છે.