આ છે ભારતનો વિકાસ? આઝાદી બાદ પહેલીવાર આ ગામમાં લગાવાયું બોરિંગ હેન્ડપંપ
શનિવારે જ્યારે આ ગામમાં બોરિંગ કરવાની ગાડી પહોંચી, તો લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. ગામમાં ત્રણ હેન્ડપંપ બોરિંગ કરીને લગાવાયો હતો અને આવું આ ગામમાં પહેલીવાર થયું છે.
લાતેહાર : આઝાદીના 71 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ આજે પણ આપણા દેશમાં અનેક એવા ગામ છે જ્યાં પાયાગત સુવિધાઓ પણ પહોંચી નથી. ઝારખંડના લાતેહાર જિલ્લામાં જાગીર એક એવું ગામ છે, જ્યાં લોકોએ પહેલીવાર બોરિંગ હેન્ડપંપ જોયું છે. શનિવારે જ્યારે આ ગામમાં બોરિંગ કરવાની ગાડી પહોંચી, તો લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. ગામમાં ત્રણ હેન્ડપંપ બોરિંગ કરીને લગાવાયો હતો અને આવું આ ગામમાં પહેલીવાર થયું છે.
ગામના લોકોનું કહેવું છે કે, રોડની બહુ જ ખરાબ સ્થિતિને કારણે આ ગામની કનેક્ટિવિટી ખરાબ છે. તેથી આવું આજદિન સુધી ક્યારેય થઈ શક્યુ ન હતું. પહેલીવાર ગામના મુખિયાએ આ કરીને બતાવ્યું હતું. હકીકતમાં, જાગીર નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. ગ્રામીણોમાં બોરિંગ હેન્ડપંપની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી.
જો આજની તારીખમાં કોઈ પણ ગામમાં બોરિંગની ગાડી સુધી નથી પહોંચી શકી, તો કદાચ તમે સમજી શકો છો કે ગામની સ્થિતિ અને રસ્તાની સ્થિતિ કેવી હોઈ શકે. ભારતમાં અનેક એવા ગામ છે, જ્યાં બેઝિક સુવિધાઓ નથી અને ત્યાંના લોકો આજે પણ બસ જેવી સુવિધાઓની રાહ જોઈને બેસ્યા છે.