ગોરખપુર મંદિર હુમલોઃ સનસનીખેજ દસ્તાવેજ, ગંભીર ષડયંત્ર, યુપી પોલીસે કર્યા મોટા ખુલાસા
ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાને લઈને સોમવારે પત્રકાર પરિષદ કરતા એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ કે, અત્યાર સુધી જે દસ્તાવેજ મળ્યા તે સનસનીખેજ છે. યુપી એટીએસ આ મામલાની તપાસ કરશે.
લખનઉઃ ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરમાં રવિવારે સાંજે થયેલા હુમલાને લઈને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ કે, અત્યાર સુધી જે પણ દસ્તાવેજ મળ્યા છે, તે ખુબ સનસનીખેજ છે. હુમલાની વિગત આપતા તેમણે કહ્યું કે, અત્યાર સુધીની તપાસના આધાર પર તે વાતથી ઇનકાર ન કરી શકાય કે આ આતંકી હુમલો નથી. તો એસીએસ ગૃહ અવનીશ અવસ્થીએ કહ્યુ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુમલાને નિષ્ફળ કરનાર પોલીસકર્મીઓ માટે 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
એસીએસ ગૃહ અવનીશ અવસ્થીએ કહ્યુ- ગોરખનાથ મંદિરમાં પોલીસ જવાનો પર જે હુમલો થયો છે, તે ષડયંત્રનો ભાગ છે. તેને આતંકી ઘટના કહી શકાય. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ યુપી એટીએસને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો કે યુપી એટીએસ અને યુપી એસટીએફ એક સાથે કામ કરશે. જે ત્રણ જવાનોએ ઘટનાને નિષ્ફળ બનાવી ગોપાલ ગૌડ, અનિલ પાસવાન અને અનુરાગ રાજપૂતને 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે તેના લેપટોપ-મોબાઇલમાં જે જાણકારી મળી છે તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. જરૂર પડવા પર પ્રદેશની બહારથી પણ પૂરાવા ભેગા કરવામાં આવે.
આ પણ વાંચોઃ શું બિહારના સીએમની ખુરશી છોડી રાજ્યસભા જશે નીતીશ કુમાર? જાણો તેમનો જવાબ
ગંભીર ષડયંત્રની હતી તૈયારી
એડીજી લો એન્ડ ઓર્ડરે કહ્યુ કે, સાંજે 7 કલાકે ગેટ નંબર એક પર એક વ્યક્તિએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને ધાર્મિક નારા લગાવ્યા. બે જવાનો ગોપાલ ગૌડ અને અનિલ પાસવાનને ગંભીર ઈજા થઈ છે. ત્યાં રહેલ પોલીસકર્મીઓએ તે વ્યક્તિ પર કાબુ મેળવી લીધો અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે જે વસ્તુ મળી છે તેનાથી લાગે છે કે આ ગંભીર ષડયંત્રની તૈયારી હતી. અમે લોકો તેનાથી ઇનકાર ન કરી શક્યે કે આ આતંકી ઘટના નહોતી. એટીએસની ટીમ ત્યાં ગઈ છે. જે દસ્તાવેજ મળ્યા છે તે સનસનીખેજ છે.
મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષાની સમીક્ષા
તેમણે કહ્યું કે ગોરખપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે શાસન દ્વારા તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. ત્યાં વધુ પદ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમીક્ષા હેઠળ ગોરખનાથ મંદિર, અયોધ્યા, વારાણસી, મથુરા અને અન્ય મહત્વપૂર્ણ ઇમારતોની સમીક્ષા કરવામાં આવી છે. જો તે વ્યક્તિ અંદર પહોંચ્યો હોત તો શ્રદ્ધાળુઓને નુકસાન થઈ શકતું હતું. સ્થિતિ બેકાબૂ થઈ શકતી હતી. અધિકારીઓએ સંયમ સાથે આરોપીની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube