નવી દિલ્હીઃ કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીના મંગળવારના પરિણામ બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને જે સફળતા મળી છે તેનાથી ઉત્સાહિત રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું કે, 'આ વિજય લોકોનો અમારા અંદર વિશ્વાસ દર્શાવે છે અને આ વિજયથી અમારામાં કોઈ અહંકાર આવ્યો નથી.' સાથે જ તેમણે રાજ્યની 28 લોકસભા બેઠકોપર આગામી સામાન્ય ચૂંટણીમાં પણ વિજય મેળવવાનું લક્ષ્ય જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારો સાથે વાતચીતમાં કુમારસ્વામીએ જણાવ્યું કે, 'હું રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસના નેતાઓને અભિનંદન પાઠવું છું. સાથે જ જેડીએસના રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓ, જેમણે આ વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભાજપે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને અપવિત્ર મૈત્રી જણાવી હતી, પરંતુ તેમની એ દલીક આજે ખોટી સાબિત થઈ છે.'



તેમણે વધુમાં જણાવ્યું કે, 'ચૂંટણીનો હજુ તો આ પ્રથમ તબક્કો જ હતો. રાજ્યમાં લોકસભાની 28 બેઠક છે. અમે કોંગ્રેસની સાથે મળીને આ તમામ બેઠકો જીતીશું અને આ જ અમારું લક્ષ્ય છે. આ માત્ર દાવો નથી, કેમ કે અમે આજે જે વિજય મેળવ્યો છે એ બાબત દર્શાવે છે કે લોકોને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ વિજયથી અમારા અંદર જરા પણ અહંકાર આવ્યો નથી.'



મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "મેં ક્યારેય એવું કહ્યું નથી કે ટીપુ જયંતી માનવો કે ન મનાવો. અમે એટલું જ કહેવું હતું કે આ દેશમાં અસંખ્ય સમુદાય રહે છે અને લોકો પોતાના નેતાઓની જયંતી માનવા માગે છે. જો તેઓ (ભાજપ) ઉત્સવનો ભાગીદાર બનવા માગતા નથી તો તેમણે તેમાં ભાગ લેવાની ક્યારેય જૂર નથી."