નવી દિલ્હી: સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. તે મહિલાઓની કહાનીઓ લાખો લોકોને પ્રેરણા આપશે. શું તમે પણ આ પ્રકારની મહિલા છો અથવા તમે આ પ્રકારની પ્રેરણાદાયક મહિલાઓને ઓળખો છો? તમે પોતાની સ્ટોરીઝ #SheInspiresUs પર શેર કરી શકો છો. આ ટ્વિટ ફક્ત અડધા કલાકની અંદર #SheInspiresUs ટોપ ટ્વિટર ટ્રેન્ડ બની ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કર્યું કે તે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યા છે. તેમણે પોતાના પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી તેની જાણકારી આપી છે. પીએમ મોદીએ સોમવારે સાંજે ટ્વિટ કર્યું. આ રવિવારે, હું વિચારી રહ્યો છું કે ફેસબુક, ટ્વિટર, ઇન્ટાગ્રામ અને યૂટ્યૂબના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડી દઇશ. તમને બધાને તેની જાણકારી આપતો રહીશ. 


ટ્વિટર, ફેસબુક છોડીને સ્વદેશી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરશે PM મોદી, જાણકારોએ જણાવ્યું કારણ
હવે સૂત્રોના હવાલેથી સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદી ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવી સોશિયલ સાઇટ્સને છોડીને સ્વદેશી એપનો ઉપયોગ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube