નવી દિલ્હી: ભારતમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડી થોડી ઓછી જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની હાજરીને ધ્યાનમાં રાખીને આ આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોનો પ્રભાવ દક્ષિણમાં ભૂમધ્ય તટીય વિસ્તારો તરફ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને તેની અસર ભારતમાં આગામી બેથી ત્રણ મહિનાઓ દરમિયાન જોવા મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ અલ નીનોના પ્રભાવથી સમુદ્રી સપાટીનું તાપમાન વધવા લાગ્યું છે. તેનો પ્રભાવ તટીય વિસ્તારોમાં ગરમીના વધારા તરીકે જોવા મળે છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અરબ સાગર અને પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની હાજરીનો પ્રભાવ  ભારતમાં ઠંડી દરમિયાન તુલનાત્મક રીતે તાપમાનમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે સમુદ્રી જળના તાપમાનમાં વધારા માટે જવાબદારી અલ નીનોની અસર ધીરે ધીરે અરબ સાગર તરફ આગળ વધી રહી છે. 


હવામાન ખાતા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પણ અલ નીનોના ભારતમાં આ વખતે ઠંડીના હવામાન પર પડનારા પ્રભાવને સ્વીકારતા કહેવાયું કે હાલ તે હિન્દ મહાસાગર ભૂમધ્ય રેખીય વિસ્તારો તરફ અગ્રેસર છે. અધિકારીએ જણાવ્યું કે ભારતના ઉત્તરી રાજ્યોમાં ઠંડી દરમિયાન જાન્યુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદનો સંક્ષિપ્ત સમય જોવા મળે છે. 


આ વરસાદ તાપમાનમાં ઘટાડાનું મૂળ કારણ બને છે પરંતુ આ વર્ષે અલનીનોના સંભવિત પ્રભાવને જોતા પશ્ચિમ વિક્ષોભ ઉપર પણ અસર પડી શકે છે. તેના કારણે સામાન્ય રીતે થનારા વરસાદમાં ઘટાડો, તાપમાનમાં ઘટાડાને રોકનારો સાબિત થઈ શકે છે. જેની અસર ઓછી ઠંડીના સ્વરૂપે જોવા મળી શકે છે.