નવી દિલ્હીઃ બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે નવું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેણે જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનારા લોકો આજે સત્તામાં છે." એનએનઆઈ દ્વારા રીલિઝ કરાયેલા વીડિયોમાં તે એવું બોલતી સંભળાય છે કે, શું સમાજે આવા "લોહીતરસ્યા" લોકોને જેલમાં ન નાખી દેવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રિય રાજધાનીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અભિનેત્રીએ જણાવ્યું કે, "ઇસ દેશમેં મહાત્મા ગાંધી જેસે મહાન ઈન્સાન કી હત્યા હુઈ, ઉસ વક્ત કુછ લોગ થે જો સેલિબ્રેટ કર રહે થે ઉનકી હત્યા કો, આજ વો સત્તા મેં હૈં, ઉન સબકો ડાલ દેના ચાહિએ જેલ મેં? નહિં ના. ઓબ્વિયસલી નહીં."



તેણે ત્યાર બાદ 1980માં પંજાબમાં ફેલાયેલા આતંકવાદ અંગે જણાવ્યું કે, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમિયાન મારી નાખવામાં આવેલા આતંકવાદી જર્નૈલ સિંઘ ભિંડરાનવાલેને લોકો સંત જર્નૈલ કહે છે. "જે લોકો ભિંડરાનવાલેને સંત જર્નૈલ કહે છે એ બધથાને જેલમાં ન નાખી દેવા જોઈએ."


સ્વરાએ તાજેતરમાં જ કેટલાક એક્ટિવિસ્ટ સામે પગલાં લેવા અંગે સરકારની ટીકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ભારતની જેલો હવે લેખકો, માનવ અધિકાર કાર્યકર્તાઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ડોક્ટરો કે જેમણે બાળકોનાં જીવ બચાવ્યા છે તેમના માટેની થઈ ગઈ છે.